મહેસાણા36 મિનિટ પહેલા
- કૉપી લિંક
મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણાના સાર્વજનિક દવાખાના દ્વારા ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો.જેમાં ડો એન પી પટેલ જનરલ હોસ્પિટલ જોટાણા ખાતે સવારે આ નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરાયું હતું.

જોટાણા ખાતે ડો.એન.પી પટેલ જનરલ હોસ્પિટલ સાર્વજનિક હોસ્પિટલમાં ફ્રી કેન્સર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં મહિલાઓ માટે સ્તન કેન્સર,ગર્ભાશયના મુખનું કેન્સર તેમજ પુરુષ દર્દીઓ ના મોઢાના કેન્સર થતા અન્ય કેન્સર ને લગતા લક્ષણો ની ફ્રીમા તપાસ કરી સારવાર આપવામાં આવી હતી.જેમાં મહિલાઓ માટે ગર્ભાશયને લગતા ટેસ્ટ થતા મેમોગ્રાફી જવા ટેસ્ટ પર નિઃશુલ્ક કરવામાં આવ્યા હતા.જે ટેસ્ટ ની કિંમત બજારમાં 2 હજાર થી 4 હજાર રૂપિયા થાય છે.તેમજ આ કેમ્પમાં કુલ 37 કેન્સરના દર્દીઓની તપાસ કરાઈ જેમાં 17 મહિલા અને 21 પુરુષ દર્દી તપાસ કરવા પહોંચ્યા હતા જેમાંથી 5 મહિલાના મેમોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ભાજપ પ્રમુખ ગીરીશભાઈ રાજગોર,સાર્વજનિક હોસ્પિટલના પ્રમુખ મહેન્દ્રભાઈ પંડ્યા,કેન્સર હોસ્પિટલ અમદાવાદના નિષ્ણાત ડો.શશાક પંડ્યા અને તેમની ટિમ ઉપસ્થિત રહી દર્દીઓની તપાસ કરી હતી.
