મહિસાગર (લુણાવાડા)7 મિનિટ પહેલા
- કૉપી લિંક
દર વર્ષે સમગ્ર વિશ્વમાં એપ્રિલ માસનો છેલ્લો શનિવાર વર્લ્ડ વેટેરનરી દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસની ઉજવણી નિમિત્તે મહીસાગર જિલ્લા પંચાયત પશુપાલન શાખા વિવિધલક્ષી પશુચિકિત્સાલય મધવાસ લુણાવાડા પશુ દવાખાનાના સંયુક્ત ઉપક્રમે શ્વાન બિલાડી વર્ગના પશુઓને નિ:શુલ્ક હડકવા વિરોધી રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. લુણાવાડા પશુ દવાખાના ખાતે પશુપાલકો પાસે જેમના પાસે શ્વાન અને બિલાડી વર્ગના પશુઓ છે. તેમને પોતાના શ્વાન અને બિલાડી લઈને આવ્યા હતા. જેમાં 16થી વધુ પશુઓને પશુ ચિકિત્સકોએ રોગ નિદાન કરી હડકવા વિરોધી રસી આપી છે અને તેના વિશે પશુમાલિકોને જાગૃતિ આપી હતી.
ડો.હસમુખ જોશી પશુ ચિકિત્સકે જણાવ્યું હતું કે, દર વર્ષે સમગ્ર વિશ્વમાં એપ્રિલ માસનો છેલ્લો શનિવાર વર્લ્ડ વેટેનરી દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસની ઉજવણી નિમિત્તે આજે આપણે મહીસાગર જિલ્લા પંચાયત વિવિધ પશુલક્ષી ચિકિત્સાલય મધવાસ અને પશુ દવાખાના લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે લુણાવાડા તાલુકાના પશુપાલકો પાસે જેમના પાસે સ્વાન અને બિલાડી વર્ગના પશુઓ છે. તેમને સંપૂર્ણ હડકવા વિરોધી રશી અને રોગ નિદાન કેમ્પ કરી આજના દિવસની ઉજવણી કરવામાં આવી છે. તે અનુસંધાને અત્રે તમામ પશુપાલન પોતાના સ્વાન અને બિલાડી લઈને આવ્યા હતા તે તમામનું રોગ નિદાન અને હડકવા વિરોધી રશી આપી છે અને તેના વિશે જાગૃતિ આપી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ પ્રસંગ નિમિતે તમામ જનતાને સંદેશ આપવા માગુ છું કે જે લોકો પોતાના ઘરે પાલતું સ્વાન અને બિલાડી વર્ગના પશુઓ રાખે છે તે તમામને 60 દિવસની ઉંમરના થાય ત્યાંથી લઈ વર્ષ દર વર્ષે હડકવા વિરુદ્ધની રસી આપવાનું થાય અને એક નાઈન વન ઇલેવન જેવી અગિયાર રોગ વિરોધી રસી આવે છે. તે આપવાથી સંપૂર્ણ તંદુરસ્ત રહે છે. એમને ચેપ લાગતો નથી તેમજ તેમની સાથે રમતા બાળકોને જો અજાણતા બટકા ભરે તો પણ હડકવા થતો નથી. આથી તમામ જનતાને અનુરોધ કરું છું કે જેમના ઘરે પાલતું સ્વાન અને બિલાડી હોય તેમને ઓછામાં ઓછી હડકવાની રસી તો અપાપવી જ જોઈએ.