Monday, April 3, 2023

પાટણ એનજીએસ કેમ્પસમાં 'વિદેશમાં કારકિર્દી ઘડવા' અંગે નિઃશુલ્ક સેમિનાર યોજાયો | A free seminar on 'Career Abroad' was held at Patan NGS campus | Times Of Ahmedabad

પાટણ23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ એનજીએસ કેમ્પસ દ્વારા વિદેશમાં કારકિર્દી ઘડવા માટે નિઃશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર એન જી એસ કેમ્પસના મ્યુઝિયમ હોલ ખાતે યોજાયો હતો. વિદેશમાં જવા માગતા વિદ્યાર્થીઓને વિદેશમાં કારકિર્દી ઘડવા માટે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે પાટણ સ્થિત એનજીએસ કેમ્પસમાં આવેલા શેઠ.એમ.એન લો કોલેજની બાજુમાં આવેલા મ્યુઝિયમ હોલમાં નિશુલ્ક કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિદેશ કારકિર્દી વિશે પ્રશાંત પિલ્લાઈ અને ગુજન રાઠોડ દ્વારા સવિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં બે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ સવારે 10 થી 11 અને બીજું સેશન 1:30 થી 2:30 વાગ્યા સુધીનું રાખવામાં આવ્યું હતું. વિદેશમાં ભણવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું આયોજન એન.જી.ઇ.એસ એબરોડ સ્ટડી સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. એબરોડ સ્ટડી સેન્ટર શ્રી હરિ એજ્યુકેશન કોન્સ્યુલેટ પ્રાઇવેટ લિમિટેડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંલગ્ન હોવાનું પણ સ્ટડી સેન્ટર ના સંચાલકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.