પરચેઝ FSIમાં નવી જંત્રી લાગુ થશે તો ઉદ્યોગને અસર | Impact on industry if new mechanism in Purchase FSI is implemented | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

જંત્રીના વધારાના અમલને લીધે બાંધકામ ઉદ્યોગ ઠપ થઈ જાય તેવી ભીતિ પણ બિલ્ડરોએ વ્યક્ત કરી છે. ખાસ કરીને પરચેઝ એફએસઆઈ જંત્રી સાથે અગાઉથી જ લિન્ક કરેલું છે અને તે માટે 40 ટકાના દર પણ રાજ્ય સરકારે નક્કી કરેલા છે. હવે જંત્રીમાં 100 ટકાનો અમલ કરવામાં આવે તો પરચેઝ એફએસઆઈ મેળવીને તૈયાર થતાં પ્રોજેક્ટના ખર્ચમાં અતિશય વધારો થઈ શકે છે. જેને કારણે બાંધકામ ઉદ્યોગ પર ગંભીર અસર સર્જાઈ શકે છે.

પરચેઝ FSIને જંત્રીથી અલગ કરવા ક્રેડાઈએ રજૂ કરેલા સૂચન
અત્યારની પરિસ્થિતિમાં પરચેઝ એફએસઆઈ જંત્રી સાથે લિન્ક છે. હવે જંત્રી વધતા ક્રેડાઈએ કરેલી રજૂઆતમાં કહ્યું છે કે, પરચેઝ એફએસઆઈને જંત્રીથી અલગ કરી જૂની પદ્ધતિ પ્રમાણે જોગવાઈ કરવામાં આવે. શહેરમાં મોટાભાગના પ્રોજેક્ટમાં એફએસઆઈ પરચેઝ કરાય છે.

  • 50 ચોરસ મીટરથી નાના બાંધકામ કે યુનિટ માટે પ્રતિ ચોરસ મીટર રૂ.300 કરવામાં આવે છે.
  • 51 ચોરસ મીટરથી 90 ચોરસ મીટર સુધીના બાંધકામ કે યુનિટ માટે પ્રતિ ચો. મીટર રૂ.500.
  • 91 ચોરસ મીટરથી 150 ચો. મીટર સુધીના બાંધકામ કે યુનિટ માટે પ્રતિ ચો. મીટર દીઠ રૂ.1 હજાર
  • 150 ચોરસ મીટર કે તેથી વધુ મોટા બાંધકામ કે યુનિટ માટે પ્રતિ ચો.મીટર રૂ.1750.
  • કોમર્શિયલ બાંધકામ માટે પણ પ્રતિ ચોરસ મીટર રૂ.1750 જોગવાઈ કરવામાં આવે.
  • જો આ જોગવાઈ ન થઈ શકે તો પરચેઝ એફએસઆઈના દર જંત્રીના 40 ટકા છે જેને 20 ટકા અને એફોર્ડેબલ હાઉસિંગ માટે જ્યાં 20 ટકા છે ત્યાં 10 ટકા અને 10ના બદલે 5 ટકા કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post