- Gujarati News
- Local
- Gujarat
- Surat
- In A Two hour Operation At Sachin GIDC, Police Cracked Down On 158 Suspects, Impounding More Than 100 Vehicles Under Investigation.
સુરતએક કલાક પહેલા
- કૉપી લિંક

સચિન GIDCમાં પોલીસે સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધર્યું
સુરત શહેરમાં વધતા જતા ગંભીર બનાવોને અટકાવવા અવારનવાર પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ફરી સચિન GIDC વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગની કામગીરી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા સતત બે કલાકના આ ઓપરેશનમાં પોલીસે કુલ 158 ઇસમો સામે કાર્યવાહી કરી છે, જેમાં 100થી વધુ વાહનો પોલીસે કબ્જે કર્યા છે.
પોલીસનું સરપ્રાઈઝ કોમ્બિંગ ચેકીંગ
સુરતનાં સચિન GIDC વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ સરપ્રાઈઝ કોમ્બિંગની કામગીરીમાં મહદઅંશે સફળતા મળી હતી. પોલીસે કુલ 158 ઇસમો સામે કાર્યવાહી કરી હતી. જેમાં અનેક લોકો પાસેથી છરા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 100થી વધુ બાઈક પણ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે ત્રણ મોબાઈલ ચોરીના અને યુપીના બે અપહરણ-બળાત્કારના આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કોમ્બિંગ કરાયું
સચિન GIDC પોલીસના જણાવ્યા મુજબ પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં અસામાજીક પ્રવૃત્તિ અને ગુનાખોરીને ડામવા માટે કોમ્બિંગની કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત PI આર.એલ.માવાણી અને ACP જે.આર.ચૌધરી દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ અલગ-અલગ ટીમો બનાવી હતી. બે PSI અને 23 કર્મચારીઓ દ્વારા બે કલાક સતત કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા જુદી-જુદી જગ્યાએ તપાસ હાથ ધરાઈ
પોલીસ દ્વારા લાઠી-હેલ્મેટ તથા ટોર્ચ સાથે સચીન GIDCના એન્ટ્રી, એક્ઝીટ પોઈન્ટ પર વાહન ચેકિંગ તથા ઉન બંગાલી બસ્તી, રજા નગર માધવપાર્ક, જલારામનગર, સાત વલ્લા ઝુંપડપટ્ટી વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે 158 જેટલા ઇસમો સામે કાર્યવાહી કરી
કોમ્બિંગ દરમિયાન પોલીસ દ્વારા નંબર પ્લેટ, ફોલ્ટી નંબર પ્લેટવાળા 100 વાહન, રેમ્બો છરો, ચપ્પુ, ધોકા સાથે 6, સીઆરપીસી કલમ હેઠળના 15, પ્રોહિબીશનના 6, હિસ્ટ્રીશીટરના 10, એમસીઆરના 17, નાસતા ફરતા ૨ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત ઇ-એફઆઈઆરના આધારે દાખલ થયેલા ત્રણ મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપાયો હતો. આ ઉપરાંત યુપીમાં કૌસાંબી જીલ્લામાં પ્રશ્ચીમ સરીરા પોલીસ મથકના સગીરાનું અપહરણ બળાત્કારનો સાત વર્ષથી નાસતો અને બાંદા જીલ્લાના કમાસીન પોલીસ મથકનો અપહરણનો આરોપી પણ ઝડપાયો હતો.
