વડોદરા GIDCમાં આવેલી પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, 5 કલાકની જહેમત બાદ કાબુમાં આવી | A fierce fire that broke out in the early morning in Putthana godown of a packaging company in GIDC of Vadodara was brought under control in 5 hours. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • A Fierce Fire That Broke Out In The Early Morning In Putthana Godown Of A Packaging Company In GIDC Of Vadodara Was Brought Under Control In 5 Hours.

વડોદરા2 કલાક પહેલા

  • કૉપી લિંક

મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં ભીષણ આગ

શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી સુમિત પેકેજીંગ કંપનીના ગોડાઉનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવની જાણ મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયરબ્રિગેડને કરાતા તુરંત જ લાશ્કરો પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ આગ 5 કલાકની ભારે જહેમત બાદ કાબુમાં આવી હતી.

પુઠ્ઠાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
મળેલી માહિતી પ્રમાણે મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી સુમિત પેકેજીંગ કંપની આવેલી છે. આ કંપનીમાં પુઠ્ઠા બનાવવાનું કામ કરવામાં આવે છે. કંપની દ્વારા તૈયાર પુઠ્ઠાનો માલ અને કાચો માલ ગોડાઉનમાં મુકવામાં આવે છે. આ ગોડાઉનમાં વહેલી સવારે 4 વાગ્યાના સુમારે વડોદરા ફાયરબ્રિગેડને આગનો કોલ મળ્યો હતો.

આગની વિકરાળ જ્વાળાઓથી સમગ્ર વિસ્તારનું આકાશ લાલઘૂમ.

આગની વિકરાળ જ્વાળાઓથી સમગ્ર વિસ્તારનું આકાશ લાલઘૂમ.

5 કલાકની જહેમત બાદ આગ પર કાબુ આવ્યો
આગનો કોલ મળતા મકરપુરા જી.આઇ.ડી.સી. ફાયર સ્ટેશનના ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે દોડી ગયા હતા અને પ્રથમ આગને પ્રસરતા અટકાવવાની કામગીરી શરૂ કરી હતી. ગોડાઉનમાં પુઠ્ઠા હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે, ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરવા દીધી ન હતી. 5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી.

ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી.

7 ફાયર એન્જિનનો ઉપયોગ
સબ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, અંદાજે 5 કાલાક સુધી પાણીમારો ચલાવ્યા બાદ આગ કાબુમાં આવી છે. અંદાજે 7થી 8 જેટલા ફાયર એન્જિનનો ઉપયોગ કરાયો છે. મકરપુરા જી.આઇ.ડી.સી.નો તમામ સ્ટાફ આગ બુઝાવવાની કામગીરીમાં હતો. આગના બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. પરંતુ, પુઠ્ઠાનું ગોડાઉન બળીને ખાક થઇ ગયું છે.

આકાશ લાલઘૂમ થઇ ગયું
વહેલી સવારે લાગેલી આગના બનાવના પગલે વહેલી સવારે જી.આઇ.ડી.સી.માં નોકરી ધંધાર્થે જનાર કર્મચારીઓ-મજૂરોના ટોળા એકઠા થઇ ગયા હતા. વિકરાળ આગના આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં આકાશ લાલઘૂમ થઇ ગયું હતું. આગનું લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે મનાય રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post