રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા ઓપન હાઉસ કરવામાં આવ્યું
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા ઓપન હાઉસ કરવામાં આવ્યું. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે,ગુજરાતની પ્રથમ સ્માર્ટ GIDC મોરબીમાં બનશે અને અલગ-અલગ બોઇલરને બદલે કોમન સુવિધા આપવામાં આવશે. જયારે વાઇબ્રન્ટ ગુજરાત અંગે નિવેદન આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતને લઈને સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ચાર ઝોનમાં યોજવામાં આવશે.
વિવિધ સંગઠનો હાજર રહ્યા
નોંધનીય છે કે, રાજકોટના સરદારબાગ અતિથિ ગૃહમાં કોન્ફરન્સ હોલ ખાતે વિવિધ સંગઠનો સાથે અલગ અલગ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અલગ અલગ વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનોના હોદેદારોની સાથે સાથે ધારાસભ્ય રમેશ ટીલાળા, ડો. દર્શીતા શાહ, GIDCના MD રાહુલ ગુપ્તા, અધિક સચિવ હૈદર પણ હાજર રહ્યા હતા.

પાર ઉદ્યોગ સાથે સંકળાયેલા સંગઠનોના હોદેદારો હાજર રહ્યા
જમીનની ખરીદી પણ કરી લેવામાં આવી છે
આ અંગે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આજે અહીંયા એક સાથે 35થી વધુ સંગઠના હોદેદારો ભેગા થયા હતા. આ હોદ્દેદારો દ્વારા કેટલાક પ્રશ્નો અને રજુઆત હતી જે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. આ ઉપરાંત તેમને નવી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મોરબીમાં સ્માર્ટ GIDC બનાવવામાં આવશે જેના માટે જમીનની ખરીદી પણ કરી લેવામાં આવી છે. જેમાં અલગ અલગ બોઇલરને બદલે કોમન સુવિધા જ ઉભી કરવામાં આવે તેવી સુવિધા આપવામાં આવશે.
ઉદ્યોગકારોને ક્યાં પ્રશ્નો ?
1) GIDCમાં પ્લોટ ખરીદતા સમયે ડિડ કરવું પડે અને તે સમયે સબરજીસ્ટ્રાર કચેરીમાં જૂની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે.
2) સ્ટેમ્પ ડ્યુટી ભર્યા પછી પણ 18 ટકા GST લેવામાં આવે છે…
3) 5000 ચોરસ મીટર કરતા વધુનો પ્લોટ લીધા પછી માર્જીન મુકવામાં કોઈ વાંધો નથી પરંતુ હેરાનગતિ વધુ કરવામાં આવે છે.
4) સ્મોલ સ્કેલ ઉદ્યોગોમાં સબસીડી વધારવાની માંગ કરી…
5) ડિસેમ્બર મહિનામાં GIDCની મંજુર થયેલી સબસીડી મંજુર થઈ હજુ મળી નથી. સબસીડી વહેલી મળે અથવા તો દર ત્રણ મહિને મંજુર કરી ચુકવવામાં આવે તેવી માંગ…

6) ઉર્જા વિભાગ અને ઉદ્યોગ વિભાગ વચ્ચેનો પ્રશ્ન – GIDCમાં પહેલા 125 KV વીજળી આપવામાં આવતી જે હવે માત્ર 100 KV જ આપવામાં આવે છે…
7) ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સની માંગ, સુરેન્દ્રનગરમાં કોટન પાર્કની માંગણી કરવામાં આવી તે કેટલે પહોંચ્યું ?…
8) સુરેન્દ્રનગર જિલ્લાને એક પણ નેશનલ હાઈવે મળ્યો નથી. દરેક જિલ્લાને નેશનલ અથવા સ્ટેટ હાઈવે મળવો જ જોઈએ તેવી માંગ…
9) પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની માંગ, પોરબંદર એરપોર્ટ મોટું છે પણ એક પણ ફ્લાઇટ નથી…પોરબંદર થી અમદાવાદ, દિલ્હી અને મુંબઈની ફ્લાઇટ ફાળવવા માંગ…ફ્લાઇટો બંધ થતાં ઉદ્યોગોને મોટું નુકસાન…
10) પોરબંદરના વનાણા ટોલ ટેક્સ 110 રૂપિયા ઉઘરાવે છે જેને રાજ્ય સરકારની જેમ ટોલ ફ્રી કરવાની માંગ…
11) 1994 થી પોરબંદરના મિયાણીમાં GIDC જ બંધ થઈ ગઈ છે જે શરૂ કરવા માંગ…

વિવિધ સંગઠનો સાથે અલગ અલગ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રશ્નો.
1) GIDCમાં પ્રાઇવેટ બેંકો ઓછા ભાવમાં પ્લોટ વેંચાઈ છે. જેથી બેંકોના પ્રશ્નો છે જેનો ઉકેલ આવતો નથી…
2) ઇમિટેશન ઇન્ડસ્ટ્રીયલ પાર્કની જાહેરાત થઈ, જે 4.5 લાખ લોકોને રોજગારી આપે છે તેમ 3 લાખ મહિલાઓ છે પરંતુ રેટને કારણે ઇમિટેશન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનતો નથી
3) રાજકોટના કન્વેનશન સેન્ટરની માંગણી છે પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી…
4) જંત્રીના રેટ નક્કી કરવામાં આવે તો જ GIDCના પ્રશ્નો હલ થશે…
5) ગોંડલ ચેમ્બર ઓફ કોમર્સનો પ્રશ્ન, GIDCમાં ડબલ ટેક્સ વસુલાત કરવામાં આવે છે. સીટી વિસ્તારમાં આવેલી GIDCમાં ડબલ ટેક્સ વસુલાત કરવામાં આવે છે તેવો નિયમ છે.
6) GIDCમાં લોનની સાથે જ સબસીડી જ લિંકઅપ કરવું જોઈએ તેવી માંગ…
7) 2003 થી વાઇબ્રન્ટ ગુજરાત ગાંધીનગરમાં થાય છે જે આ વખતે રાજકોટમાં કરવામાં આવે તેવી માંગ…

મોરબી સીરામીક એસો.ના પ્રશ્નો
1) ઇન્ડિયામાં 55 ટકા સીરામીક ઉદ્યોગ મોરબીમાં છે. 400 કરતા વધુ સીરામીક ઉદ્યોગો અને 20 થી વધુ પેપર મિલ છે. પણ ફાયર સ્ટેશન મોરબીમાં નથી. દુર્ઘટના સર્જાય તો રાજકોટ થી ફાયર બ્રિગેડ મંગાવવા પડે છે. ઉદ્યોગિક વિસ્તારમાં ફાયર બ્રિગેડ આપવાની માંગ.
2) સીરામીક ઉદ્યોગો LNG ગેસ ઈમ્પોર્ટ કરવા માંગે છે. ગુજરાત ગેસનો ગેસ ખરીદવો મોંઘો પડી રહ્યો છે.
જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રશ્નો.
1) જામનગર ચેમ્બર ઓફ કોમર્સની વસઇ ગામે GIDC બનાવવાની માંગ
2) જામનગરમાં જમીનોના ઊંચા ભાવને કારણે GIDCમાં જગ્યા વેંચાતી નથી, અસહ્ય ભાવને કારણે કોઈ ખરીદતું નથી, નાના ઉદ્યોગકારો ખરીદી કરી શકે તે રીતે ઓછા ભાવમાં જમીન વેંચાવી જોઈએ…