Sunday, April 23, 2023

ઉમરગામ GIDCમાં મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને વાપી પોલીસે ઝડપી ઉમરગામ પોલીસને સોંપ્યો | Vapi police hand over wanted accused in Umargam GIDC mobile theft case to Umargam police | Times Of Ahmedabad

વલસાડ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસવીર

વલસાડ જિલ્લાની ઉમરગામ GIDC વિસ્તારમાં અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમિકો મોટાભાગે હોવાથી મોબાઈલ સ્નેચર ટોળકી GIDC અને તેની આજુબાજુમાં વધુ સક્રિય રહે છે. થોડા સમય પહેલા ઉમરગામ GIDC પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરીને વાપીના 2 યુવકો ભાગી રહ્યા હતા. સ્થાનિક લોકોએ બાઈક ઉપર ભાગી રહેલા મોબાઈલ સ્નેચરનો પીછો કરીને એક યુવકને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક ભાગી છૂટ્યો હતો. તે કેસમાં વોન્ટેડ આરોપીને વાપી પોલીસે ઝડપી પાડ્યો હતો. 41(1)ડી મુજબ અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએ ઉમરગામ GIDC વિસ્તારમાં મોબાઈલ ચોરી કેસમાં વોન્ટેડ હોવાનું જણાવતા વાપી પોલીસે ઉમરગામ પોલીસને જાણ કરતા ઉમરગામ પોલીસે આરોપીનો ટ્રાન્સફર વોરંટ વડે કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ GIDC પાસે એક યુવક મોબાઇલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે, બાઈક ઉપર સવાર બે યુવકો યુવકના હાથમાંથી મોબાઇલ ખેંચી બાઈક ઉપર ભાગી રહ્યા હતા. યુવકે બૂમાબૂમ કરતા અન્ય વાહન ચાલકોએ મોબાઈલ સ્નેચિંગ કરી ભાગી રહેલા યુવકોનો પીછો કર્યો હતો. તે દરમિયાન, મોબાઇલ સ્નેચર યુવકોએ સુમસામ જગ્યાએ બાઈક મૂકી બાજુમાં આવેલી જંગલ ઝાડિયોમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. 2 પૈકી 1 વાપી નો યુવક મોબાઇલ સાથે ઝડપાઈ ગયો હતો. તે કેસમાં ભાગી ગયેલો એક યુવક વોન્ટેડ જાહેર થયો હતો. તાજેતરમાં મોબાઈલ ચોરી કેસમાં એક યુવકને વાપી ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પ્રાથમિક પૂછપરછ કરતા ઉમરગામ જીઆઇડીસી પાસેથી મોબાઇલ ચોરી કેસમાં વોન્ટેડ હોવાનું આરોપી એ કબૂલ્યું હતું. વાપી ટાઉન પોલીસે ઉમરગામ પોલીસને જાણ કરતા, મોબાઈલ સ્નેચિંગ કેસમાં વોન્ટેડ આરોપીનો ઉમરગામ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…