વડોદરા5 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક એક યુવતીએ યુવક પર ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવક અને યુવતી વચ્ચે ઝપાઝપી થાય છે. યુવકની હત્યા કરવાના ઇરાદે યુવતીએ ચપ્પુથી હુમલો કર્યો હતો.
એક વીડિયો વાઈરલ થયો છે જેમાં યુવતીના હાથમાં રહેલા ચપ્પુથી બચવા યુવકે તેનો હાથ પકડી રાખ્યો હતો. આ સમયે ‘મારા ઘરવાળાનો નંબર આપી દે’ એવું વારંવાર કહેતી હતી. આ સમગ્ર ઘટનામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

યુવતીએ યુવક પર હુમલો કર્યો
ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલી રહી છેઃ પીઆઇ
મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે. સોલંકીએ જણાવ્યું હતું કે, યુવતીએ યુવકને ચપ્પુ માર્યું હતું. આ મામલે હાલ યુવકની ફરિયાદ લેવામાં આવી રહી છે. ફરિયાદના આધારે તપાસ કરીશું,
યુવકના ગળાના ભાગે ઇજા
મકરપુરા વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે મોનિકા નામની યુવતીએ યુવક કરણસિંહ રાજપૂત નામના યુવક પર હુમલો કર્યો હતો. જેથી પોલીસની તુરંત જ શી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. યુવતીએ યુવક પર કરેલા હિંસક હુમલામાં યુવકના ગર્દનના ભાગે અને હાથમાં ઇજાઓ થઈ હતી. જેથી તેને તુરંત જ લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યાં હાલ યુવાનની સારવાર ચાલી રહી છે.

યુવકે કહ્યું: યુવતીનો પ્રેમી વિદેશમાં રહે છે
સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે, નિકુંજ રાજપૂત નામનો એનો પ્રેમી છે, જે વિદેશમાં રહે છે અને નંબર મારા મિત્રોના ઘરે જઈ જઈને માંગે છે અને તોડફોડ કરે છે. તે કોઈ પણ જગ્યાએ જઈને ગમે તેવી ગાળો બોલે છે. તેને ATMના બે કાચ તોડ્યા હતા અને PCRવાળાના કાલે ફોન કર્યો હતો. તેને મારી પર હુમલો કરતા મને વાગ્યું છે. શી ટીમની મહિલા પોલીસકર્મીએ જણાવ્યું હતું કે, યુવતીની બેગમાંથી ચપ્પુ મળી આવ્યું હતું.
