અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 15 હજારથી વધુ સ્વયંસેવકોને મોહન ભાગવત સંબોધશે | Mohan Bhagwat will address more than 15 thousand volunteers at the GMDC ground in Ahmedabad | Times Of Ahmedabad

અમદાવાદ12 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત આગામી 14 અને 15 એપ્રિલના રોજ ફરી મોહન ભાગવત અમદાવાદ ખાતે આવશે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા જીએમડીસી ગ્રાઉન્ડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શક્તિ પ્રદર્શન યોજાશે. આવતીકાલે સાંજે 5.30થી 8 “સમાજશક્તિ સંગમ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં RSS વડા મોહન ભાગવત પોતાનું વક્તવ્ય આપશે. રાષ્ટ્રનિર્માણમાં સમાજ રીતે પોતાનું યોગદાન આપી શકે છે. તેના પર મોહન ભાગવત પોતાના વિચારો રજૂ કરશે. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ અને ભાજપના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જેથી તેઓ હાજર રહે તેવી પૂરી શક્યતાઓ છે.

15 હજારથી વધુ સ્વયંસેવકો હાજર રહેશે
છેલ્લા કેટલાય સમયથી અમદાવાદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કોઈ જાહેર કાર્યક્રમ યોજાયો ન હતો. ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવકનો મોટો કાર્યક્રમ યોજાશે જેમાં આશરે 15 હજારથી વધુ સ્વયંસેવકો હાજર રહેશે. RSS દ્વારા કાર્યક્રમને લઈ અને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે કોઈપણ વ્યક્તિને તકલીફ ન પડે તેના માટે અલગ અલગ ગેટથી પ્રવેશ આપવામાં આવ્યો છે. પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાંથી આવતા લોકોને ત્યાંથી પ્રવેશ મેળવવાનો રહેશે. સ્વયંસેવકો અને નાગરિકોની અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જેટલા પણ લોકો આ કાર્યક્રમમાં હાજર રહેશે તેઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે આરએસએસના સ્વયંસેવકોનું અગાઉથી જ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને જે પણ લોકો અને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓનું પણ રજીસ્ટ્રેશન થઈ ગયું છે જે લોકોનું રજીસ્ટ્રેશન નહીં હોય તો કાર્યક્રમ સ્થળ પર રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

સંઘનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન અમદાવાદમાં
રાષ્ટ્રનિર્માણમાં સમાજનું મહત્વનું યોગદાન મળી રહે અને તેમાં સમાજના વિવિધ લોકો દ્વારા કઈ રીતે સંગઠિત થઈ કાર્યરત થાય તેના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા અમદાવાદના વસ્ત્રાપુરના જીએમડીસી ગ્રાઉન્ડમાં 14 એપ્રિલના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને સમાજશક્તિ સંગમ નામ આપવામાં આવ્યું છે. આરએસએસના વડા મોહન ભાગવત સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓ, 15000 જેટલા સ્વયંસેવકો અને લોકો ઉપસ્થિત રહેશે. જ્યારે રાજકીય નેતાઓ હાજર રહેશે કે કેમ તે અંગે હજી સુધી જાણવા મળ્યું નથી. ઘણા લાંબા સમય બાદ સંઘનું આ સૌથી મોટું શક્તિ પ્રદર્શન અમદાવાદમાં યોજાશે.

1051 ગ્રંથોનું લોકાર્પણ મોહન ભાગવતના હસ્તે
આવતીકાલે સાંજે કાર્યક્રમ બાદ બીજા દિવસે 15 એપ્રિલના રોજ શિક્ષા ક્ષેત્રે કાર્યરત પુનરુત્થાન વિદ્યાપીઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 1051 ગ્રંથોનું લોકાર્પણ મોહન ભાગવતના હસ્તે થશે. આ પુસ્તકો સમાજ અને રાષ્ટ્ર ચેતના પર લખાયેલા છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં આવતીકાલે સાંજે સાડા પાંચ વાગ્યે આ કાર્યક્રમ યોજવાનો છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post