નર્મદા (રાજપીપળા)2 મિનિટ પહેલા
- કૉપી લિંક

કેવડિયા એકતાનગર ખાતે પ્રવાસન ઉદ્યોગ વધતા મોટી મોટી કંપનીઓ હોટલ બનાવી રહી છે. આ હોટેલોમાં સ્થાનિક આદિવાસીઓને રોજગારી આપવા માટે હેપ્પી ફેસસ અને ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કીલ નર્મદા જિલ્લામાં ધોરણ 8, 10 કે 12 પછી અભ્યાસ છોડી ચૂકેલા યુવાનો માટે માત્ર એક મહિનાની ટ્રેનિંગ, દેશની ફોર અને ફાઈવ સ્ટાર હોટેલમાં નોકરી અને ઊંચા પગારની તકો ખુલી છે.
તાજેતરમાં કેવડિયાના કોઠી ગામે એક સેમિનાર યોજ્યો હતો. જેમાં સ્થાનિક આદિવાસી શિક્ષિત બેરોજગાર યુવક-યુવતીને ભેગા કરી તાલીમ આપી હતી. હવે અમદાવાદ લઇ જઇ એક મહિનાની તાલીમ આપવામાં આવશે.
આ સ્થાનિકોને ખાસ કરીને હોટેલ તાજ સ્કાયલાઇન અમદાવાદ ખાતે ફુલ કોર્સ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. અભ્યાસક્રમનો સમયગાળો ફક્ત 30 દિવસ રહેશે. દરરોજની 5-6 કલાકની તાલીમ (પ્રાયોગિક + લેખિત + સોફ્ટ સ્કિલ્સ) ભારતની અગ્રણી 4 અને 5 સ્ટાર હોટેલ્સમાં નોકરીની તકોને વ્યાવસાયિક પ્રશિક્ષક દ્વારા તાલીમ આપવામાં આવશે. આમ સ્થાનિક યુવાઓને રોજગારી આપવામાં આવશે. રોજગારી મળતા સ્થાનિકો માટે એક આર્થિક વિકાસની વાત સાકાર થશે એ વાત નક્કી છે.