એશિયાટિક સિંહને નદીના પ્રદૂષિત પાણીથી ખતરો, રાજ્ય સરકાર અને GPCB હાઇકોર્ટમાં સાંજ સુધી જવાબ રજૂ કરશે | Threat to Asiatic lion from polluted river water, state government and GPCB to file reply in HC | Times Of Ahmedabad

29 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાંથી પસાર થતી હિરણ નદીમાં પ્રદૂષણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આજે સાંજ સુધીમાં રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) જવાબ રજૂ કરશે. જ્યારે તાલાલા નગરપાલિકાએ જવાબ રજૂ કરવા સમય માંગ્યો હતો.

જાહેર હિતની આ અરજીમાં અરજદારના વકીલ પ્રશાંત ચાવડાએ દલીલ કરી હતી કે, અમરેલીમાં એશિયાટિક લાયન્સ પણ હિરણ નદીના પાણીનો પીવા માટે ઉપયોગ કરે છે. જેથી આ પ્રદૂષિત પાણીના કારણે અનેક જીવોને નુકસાન થઈ શકે છે.

તાલાલા પાલિકાએ જવાબ રજૂ કરવા સમય માગ્યો
ગીર સોમનાથમાંથી પસાર થતી હિરણ નદીના પ્રદૂષણ મુદ્દે અગાઉ અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં PIL કરવામાં આવી હતી. અરજદારે નદીમાં પ્રદૂષણને લઈને તાલાલા નગરપાલિકાને જવાબદાર ગણાવી છે. ત્યારે આજની સુનાવણીમાં નદીમાં પ્રદૂષણ મામલે જવાબ રજૂ કરવા તાલાલા નગરપાલિકાએ સમય માંગ્યો છે.

1 મેના રોજ સુનાવણી હાથ ધરાશે
આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડને નોટિસ પાઠવી હતી. આ મુદ્દે રાજ્ય સરકાર અને જીપીસીબી આજે સાંજ જવાબ રજૂ કરશે. જ્યારે આ કેસ પર 01 મે ના રોજ વિગતવાર સુનાવણી હાથ ધરવામાં આવશે.

હાઇકોર્ટમાં બે નવા જજના શપથ, હવે કુલ 31 જજ
ગુજરાત હાઇકોર્ટમાં આજે બે નવા ન્યાયાધીશોએ શપથ ગ્રહણ કર્યા છે. ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે દેસાઈએ ન્યાયાધીશ દેવેન દેસાઈ અને મોક્ષા ઠક્કરને શપથ લેવડાવ્યા છે. આ બંને જજના નામની સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ભલામણ કર્યા બાદ કેન્દ્રએ મંજૂરી આપી હતી. આ શપથવિધિમાં હાઇકોર્ટના તમામ ન્યાયાધીશ, સિનિયર એડવોકેટસ, સરકારી વકીલો અને એડવોકેટ જનરલ હાજર રહ્યા હતા. બંને જજ આજથી જ કાર્યરત થયા છે. હાલમાં હાઇકોર્ટમાં 52 જજની ક્ષમતા સામે હવે જજની કુલ સંખ્યા 31એ પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم