Tuesday, April 4, 2023

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભાવભેર ઉજવણી કરાશે, સુદામાચોકથી રોકડીયા હનુમાન સુધી ભવ્ય બાઈક રેલી યોજાશે | A grand bike rally will be held from Sudamachowk to Rakdia Hanuman, organized by Vishwa Hindu Parishad and Bajrang Dal. | Times Of Ahmedabad

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક

પોરબંદરમાં દર વર્ષે હનુમાન જન્મોત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પરમ ભક્ત શ્રી હનુમાનજીના જન્મોત્સવની ભક્તિભાવ સાથે તારીખ 06/04/2023ને ગુરુવારના રોજ બપોરે 3:30 કલાકે સુદામા ચોકથી રોકડીયા હનુમાન મંદિર એક બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

પોરબંદર શહેરના સુદામા ચોક ખાતેથી આ બાઈક રેલીનું પ્રસ્થાન પોરબંદરના સાધુ-સંતો ઉપસ્થિત રહી રેલી આરંભ કરાવશે. આ વખતની આ બાઈક રેલીમાં 300 જેટલા બજરંગ દળના કાર્યકર્તાઓ બજરંગ દળનો બેલ્ટ સાથે કેસરી કલરની દોરી વાળા આઈ કાર્ડ સાથે હાથમાં કેસરી ધ્વજ સાથે જોડાશે. આ રેલીમાં આગળના ભાગે ડીજેના તાલે હનુમાન ચાલીસાના પાઠ સાથે શ્રી હનુમાનજીના ગીતોની રમઝટ બોલાવશે. વિશ્વહિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા આયોજીત બાઈક રેલીમાં જોડાવા માટે સહુ ધર્મપ્રેમી જનતા અને યુવાનોને આહવાન કરવામાં આવેલ છે. તેમજ બાઈક રેલીને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળનાં સર્વે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ બાઈક રેલીમાં શ્રી હનુમાન જન્મોત્સવના પાવન પવિત્ર દિવસે તરીખ 06/04/2023ને ગુરુવારના રોજ બપોરે 3:30 કલાકે સુદામા ચોકથી આરંભ થશે અને પોરબંદરના મુખ્ય રાજ માર્ગો પરથી પસાર થશે. તેમાં માણેકચોક, સ્વસ્તિક હૉલ, બંદર રોડ, પાલાનો ચોક, શહિદચોક, શીતળા ચોકથી હનુમાન ગુફા થઈ રાણીબાગ, એમજી રોડ, હાર્મની હોટેલ, ખીજડી પ્લોટ, સત્યનારાયણ મંદિર, કમલાબાગ, નરસંગ ટેકરીથી આશાપુરા ચોકડી થઈ શ્રી રોકડિયા હનુમાન મંદીર ખાતે પુર્ણ થયા બાદ રેલીમાં જોડાયેલા બજરંગદળના કાર્યકર્તાઓ શ્રી રોકડીયા હનુમાન મંદિર ખાતે દર્શનાર્થે આવતા ભક્તજનો સારી રીતે શ્રી હનુમાન દાદાના દર્શન કરી શકે તે માટે બજરંગદળનાં કાર્યકર્તાઓ સુરક્ષાની જવાબદારી નિભાવશે તેમજ શ્રી હનુમાન રોકડીયા મંદિર ખાતે સર્વે કાર્યકર્તાઓ સમૂહ આરતી કરશે અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.