Sunday, April 2, 2023

દ્વારકામાં આવતીકાલે ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાશે; શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભવ્ય મલ્ટીમીડિયા શો આકર્ષણ બનશે | A grand wedding reception will be held in Dwarka tomorrow; Processions, cultural programs, grand multimedia shows will become attractions | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A Grand Wedding Reception Will Be Held In Dwarka Tomorrow; Processions, Cultural Programs, Grand Multimedia Shows Will Become Attractions

દ્વારકા ખંભાળિયા9 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ઉત્તરપૂર્વી સંસ્કૃતિને પશ્ચિમની સંસ્કૃતિ સાથે જોડતો મેળો એટલે માધવપુરનો મેળો. ગુજરાત સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાન કૃષ્ણ અને રૂક્ષમણી વિવાહ પ્રસંગની ભવ્ય ઊજવણી કરવાનું સૌપ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે સોમવાર તારીખ 3ના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષમણી ભવ્ય વિવાહ સત્કાર કાર્યક્રમનું આયોજન સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તથા જિલ્લા વહીવટી તંત્ર, દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ ઉપક્રમે કરવામાં આવ્યું છે.

જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આસામ રાજ્યના મુખ્યમંત્રી હેમંતા બિશ્વા શર્મા, અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ તેમજ કેન્દ્રિય રાજ્યમંત્રી મીનાક્ષી લેખી સાથે ગુજરાત સરકારના મંત્રીઓ ઊપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સાંજે ચાર વાગ્યે હાથી ગેટ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ સાંજે છ વાગ્યે સર્કિટ હાઉસ પાછળના ગ્રાઉન્ડ ખાતે મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થનાર છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.