- Gujarati News
- Local
- Gujarat
- Anand
- In Tarapur’s Mahayari Village, A Crime Was Registered Against A Keeper Of Rods And Angles Worth Two And A Half Lakhs Due To False GST Bills.
આણંદ6 કલાક પહેલા
- કૉપી લિંક
તારાપુરના ઈસમે ધરના આંગણે સંતાડી રાખેલ લોખંડ સળિયા અને લોખંડની એંગલો મામલે જીએસટી બિલ રજૂ કર્યા હતા જે પોલીસ તપાસમાં ખોટા નીકળ્યા હતા.જે બાબતે તારાપુર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
તારાપુર તાલુકાના મહિયારી ગામમાં રહેતો શિવભદ્રસિંહ મેરુભા ચૌહાણ પોતાના ઘર આગળ ગેરકાયદેસર રીતે લોખંડના સળિયા અને લોખંડની એંગોલો સંતાડેલ છે. આ માહિતી તારાપુર પોલીસને મળી હતી.તારાપુર પોલીસને મળેલ ચોક્કસ માહિતીને આધારે પોલીસ મહિયારી ગામમાં પહોંચી અને માહિતી વાળી જગ્યાએ તપાસ કરતાં એક ઈસમ ઊભો હતો. જેથી પોલીસે તે ઈસમનું નામ ઠામ પુછતાં તેણે પોતાનું નામ શિવભદ્રસિંહ મેરુભા ચૌહાણ રહે,મહિયારી ધની તલાવડી ઇન્દિરા આવાસની પાછળ હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદમાં પોલીસે તેના ઘર આગળ ખુલ્લી જગ્યામાં તપાસ કરતાં ડાંગરના પુળિયામાં સંતાડેલ નવીન હાલતમાં લોખંડના સળિયા અને લોખંડની એંગલો મળી આવી હતી. જેથી પોલીસ આ સળિયાઓ અને એંગલો બાબતે તેની પુછપરછ કરતાં તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો. અને કોઈ યોગ્ય સંતોષકારક જવાબ આપી શક્યો નહતો કે તેના કોઈ આધાર પુરાવા કે બિલ રજુ કરેલ શકેલ નહીં. જેથી પોલીસને છળકપટ કે ચોરીથી મેળવેલ હોવાનું લાગતા પોલીસે ટ્રેક્ટર અને આઇસર મંગાવી લોખંડના સળિયાઓ તથા એંગોલો ભરી લઈ જઈ વજન કાંટાએ વજન કરાવતા લોખંડના સળિયા અને એંગોલોનું વજન 4355 કિલોગ્રામ થયું હતું. જેની કિંમત રૂપિયા 2,61,300 થવા પામી છે. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી શિવ ભદ્રસિંહ મેરુભા ચૌહાણ ની સીઆરપીસી 41(1)ડી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ શિવભદ્રસિંહ ની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, સંજયસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયા રહે, ભોજપુરા જિલ્લો ભાવનગર તેમનો કુટુંબી ભાણો થાય છે. તેણે આ લોખંડના સળિયાઓ અને એંગલો કન્ટ્રક્શનના કામકાજ માટે લાવેલ છું અને તમારી જગ્યા ઉપર રાખજો જરૂર પડશે એટલે અહીંથી લઈ જઈશ તેવી વાત કરી શિવભદ્રસિંહ ના ઘર આગળ લાવીને લોખંડના સળિયાઓ અને એંગલો મુકી હતી.તેવી કબુલાત કરી હતી. આમ, સંજયસિંહ સરવૈયાએ રહે, ભોજપુરા જિલ્લો ભાવનગર સળિયાઓ અને એંગલો મળી કુલે વજન 4355 કિંમત રૂપિયા 2,61,300 ની આર્થિક ફાયદા સારું જી.એસ.ટી.નંબર વાળા ખોટા બિલનો સાચા તરીકે ઉપયોગ કરી રજૂ કરેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું. જેથી તારાપુર પોલીસે સંજયસિંહ પ્રદ્યુમનસિંહ સરવૈયા વિરુદ્ધ ઇપીકો કલમ 465, 467, 468, 471 તથા 114 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે.