Thursday, April 13, 2023

દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર બીચ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનો પધારશે, ખંભાળિયામાં આગામી રવિવારે વિવિધ સેવા કેમ્પનું આયોજન | Guests of Saurashtra Tamil Sangam will arrive at Dwarka, Nageswar and Shivrajpur Beach, various service camps will be organized in Khambhalia next Sunday. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Guests Of Saurashtra Tamil Sangam Will Arrive At Dwarka, Nageswar And Shivrajpur Beach, Various Service Camps Will Be Organized In Khambhalia Next Sunday.

દ્વારકા ખંભાળિયા36 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર બીચ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમના મહેમાનો પધારશે…
સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં સદીઓ પહેલાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના સમુદાયના તમિલનાડુવાસીઓ આગામી તારીખ 17 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તબક્કાવાર સૌરાષ્ટ્રના ખાસ કરીને સોમનાથ અને દ્વારકાના મહેમાન બનવાના છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સ્થાનિક જિલ્લા પ્રશાસન, પ્રવાસન નિગમ તેમજ સંબંધિત વિભાગના સંકલન સાથે મહેમાનોનું સ્વાગત થાય તેમજ સ્થાનિક લોકો પણ આ કાર્યક્રમમાં જોડાઈ તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. તા. 17 અને 18 એપ્રિલ સોમનાથ બાદ તારીખ 19મી એપ્રિલના રોજ મહેમાનોની અલગ-અલગ ટીમો દ્વારકા, નાગેશ્વર અને શિવરાજપુર બીચ સહિતના સ્થળોએ દર્શન અને મુલાકાત લેશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વાગત સપ્તાહ ઉજવાશે…
મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળ ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતને 20 વર્ષ પૂર્ણ થતાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સ્વાગત સપ્તાહ ઉજવવામાં આવશે.

લોકોના પ્રશ્નો તથા ફરિયાદો અને રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ હલ થઈ શકે તે હેતુથી વર્ષ 2003માં ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત થઈ હતી. જેને 20 વર્ષ પૂર્ણ થતાં સ્વાગત સપ્તાહ ઉજવવામાં આવશે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.24થી 26 એપ્રિલ સુધી તાલુકા સ્વાગત અને તા.27 એપ્રિલ રોજ જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે.

ખંભાળિયામાં આગામી રવિવારે માનવ સેવા સમિતિ દ્વારા વિવિધ સેવા કેમ્પનું આયોજન…
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા માનવ સેવા સમિતિના ઉપક્રમે આગામી રવિવાર તારીખ 16ના રોજ શાંતાબેન ગુલાબરાય બદીયાણી ફાઉન્ડેશન, ગાંધી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ તથા અક્ષય સુભાષ મોરજરીયા ફાઉન્ડેશન મુંબઈના (હ.અજયભાઈ તથા પ્રદીપભાઈ ગાંધી)ના આર્થિક સહયોગથી એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે સવારે 9થી 12 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન, સારવાર, શસ્ત્રક્રિયા તેમજ દંત ચિકિત્સા સારવાર સાથે દવા વિતરણ કેમ્પ ઉપરાંત બ્લડપ્રેશર અને ડાયાબિટીસ નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ આંખના કેમ્પમાં વીરનગરની ખ્યાતનામ શિવાનંદ મિશન હોસ્પિટલના ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને તપાસી સારવાર તેમજ દવા આપવામાં આવશે. ઓપરેશનની જરૂર જણાતાં દર્દીઓને આ જ દિવસે બસ દ્વારા વીરનગર લઈ જઈને આધુનિક ફેંકો પદ્ધતિથી ઓપરેશન બાદ બીજા દિવસે ઓપરેશન કરી, ત્રીજા દિવસે બસ દ્વારા પરત લઈ આવવામાં આવશે. દાંતના દર્દીઓને બદીયાણી હોસ્પિટલના નિષ્ણાંત ડો. ક્રિષ્ના મોરજરીયા દ્વારા તપાસીને દવા સારવાર આપવામાં આવશે. ડાયાબિટીસ અને બી.પી.ના દર્દીઓને લેબ ટેક્નિશિયન રીમ્પલ બારાઈ દ્વારા તપાસી દવા તેમજ સારવાર સ્થળ પર જ આપવામાં આવશે.

આ કેમ્પનો લાભ લેવા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને માનવસેવા સમિતિના પ્રમુખ ધીરેન બદીયાણી દ્વારા અપીલ કરવામાં આવી છે. કેમ્પમાં ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. આ કેમ્પ માટે સંસ્થાના ટ્રસ્ટી જગદીશ ચાવડા, સેક્રેટરી મનુ પાબારી, ઉપપ્રમુખ નાથાલાલ બદીયાણી, વિમલ સાયાણી, સુભાષ બારોટ, મેનેજર અભિષેક સવજાણી અને રાહુલ કણજારીયા દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.