જામનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે તથા વીર રાજપૂત શિરોમણી મહારાણા પ્રતાપજીની પ્રતિમા લોકાર્પણ પ્રસંગે જામનગરના ધારાસભ્ય રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા દ્વારા તંત્રની તૈયારીની સમીક્ષા કરી અને ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે કોઈપણ પ્રકારની કચાસ ન રહે તથા ગુજરાત ગૌરવ દિન ની ઉજવણી જામનગરમાં થઈ રહી છે ત્યારે ધારાસભ્ય રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા દ્વારા અલગ અલગ જગ્યાએ જાત નિરીક્ષણ કર્યું અને સમીક્ષા કરી ત્યારે ખાસ કરીને જામનગર રાજપૂત સમાજની વર્ષો જૂની માંગણી હતી તે મહારાણા પ્રતાપની સ્ટેચ્યુનું અનાવરણ પર કાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થવાનું છે ત્યારે ધારાસભ્ય દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ બાદ જિલ્લા પંચાયત સર્કલ ખાતે જ્યાં પોલીસ દ્વારા પરેડ યોજવાની છે અને મહારાણા પ્રતાપની સ્ટેચ્યુ નું અનાવરણ થવાનું છે તે જગ્યાની ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા તંત્રના મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ભાવેશ જાની સાથે સ્થળ પર સમીક્ષા કરી અને જરૂરી સૂચનો કર્યા તેમજ ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ગૌરવની ક્ષણ છે ત્યારે કોઈપણ પ્રકારની કાર્યક્રમોમાં કચાસ ન રહી જાય તે માટે ખાસ તંત્ર દ્વારા અને અમારા દ્વારા પ્રોટોકોલ પણ જળવાઈ રહે તે માટે તંત્રના અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા કરી અને જરૂરી સૂચન આપ્યા હતા.
મહારાણા પ્રતાપના સ્ટેચ્યુની વર્ષો જૂની માંગ આવતીકાલે પૂર્ણ થતાં શું કહે છે ધારાસભ્ય રિવાબા જાડેજા
ખૂબ આનંદ અને ગૌરવની ક્ષણ છે એ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને પ્રેરણાથી 5 2023 ના રોજ જામનગરને સૌભાગ્ય વખતે પ્રાપ્ત થયું છે કે ગુજરાત ગૌરવ દિવસની નિમિતની ઉજવણી જામનગરની પુણ્ય પાપન ધરા ઉપર થઈ રહી છે ત્યારે સમગ્ર જામનગર અને હાલરવાસીઓ માટે અને ખાસ વિશેષ કહીએ તો હિન્દુ રાષ્ટ્રના ઉત્તમ ચરિત્રોમાંના એક ચરિત્ર એવા મહારાણા પ્રતાપજીની વાત આવે અને એમની પ્રતિમાની જે લડત હતી એ લડત આજે આવતીકાલે પૂર્ણ થવા જશે અને ખાસ જિલ્લા પંચાયત સર્કલ છે અને સમાજના અને સમગ્ર હિન્દુ વર્ષના અને હિન્દુ ભારત દેશના જે ઉત્તમ ચરિત્ર મહારાણા પ્રતાપજીની અનાવરણ ખાસ આપણા આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે દરેક સમાજ માટે અને ભારત વર્ષ માટે પણ આ ક્ષણ ગૌરવણી બની રહેશે.
ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અલગ અલગ સ્થળની સમીક્ષા કરાયઅત્યારે હું સાંજે જગ્યાએ મહારાણા પ્રતાપ ના સ્ટેચ્યુ નું અનાવરણ થવા જઈ રહ્યું છે એ જિલ્લા પંચાયત સર્કલ પાસે છું અને સમીક્ષા ની વાત આવે તો નાની મોટી જ્યારે પ્રોટોકોલ પ્રમાણેની મુખ્યમંત્રી જામનગર ખાતે આવતા હોય તો નાનામાં નાના પ્રોટોકોસ નું પાલન કરવું પડતું હોય છે સિક્યુરિટી તેમની રહેતી હોય છે અને વ્યવસ્થામાં કોઈ પણ જાતની કચાસ ના રહે કોર્પોરેશન તરફથી અને અમારા લેવલથી બસ એ એક જાતની એક ડબલ ચેક માટેની સમીક્ષા છે.