Thursday, April 6, 2023

શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ અટકાવવા ગુજરાત સરકારે શું પગલા લીધા?: ગુજરાત હાઈકોર્ટ | Gujarat High Court What steps did the Gujarat government take to prevent ragging in educational institutions | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગ મુદ્દે હાઈકોર્ટે સુઓમોટો પિટિશન દાખલ કરી હતી. જેની પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે રેગિંગ અટકાવવા રાજ્ય સરકારે કેવા પગલાં લીધા છે અને કોઇ નિયમ ઘડ્યો છે કે કેમ? તેનો જવાબ રાજ્ય સરકાર પાસે માંગ્યો છે.

સરકારને રેગિંગ અટકાવવા શું પગલાં લીધા?
રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં રેગિંગની ઘટનાઓથી અનેક વિદ્યાર્થીઓ માનસિક પીડા ભોગવી રહ્યા છે. તો સાથે જ કેટલાક યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રેગિંગની ઘટનાઓથી અનેક વિદ્યાર્થીઓએ આત્મહત્યા પણ કરી છે. ત્યારે હાઈકોર્ટે સુઓમોટો પિટિશનની સુનાવણીમાં રાજ્ય સરકારને રેગિંગ અટકાવવા શું પગલાં લીધા? આવી ઘટનાઓ અટકાવવા કેવા નિયમો ઘડ્યા છે? જેવા મુદ્દે રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.

રાજ્ય સરકારે જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો આદેશ
રેગિંગની ઘટનાઓ અટકાવવી જરૂરી બની છે. ત્યારે હાઈકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. આ કેસની વધુ સુનાવણી આગામી ત્રણ મેના રોજ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારે વિગતવાર જવાબ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.