કહ્યું- પંચમહાલમાં નલ સે જલ યોજનામાં થયેલી વ્યાપક ગેરરીતિ સામે ન્યાયિક તપાસ જરૂરી | He said- judicial inquiry is necessary against the widespread malpractices in the Nal Se Jal scheme in Panchmahal | Times Of Ahmedabad

પંચમહાલ (ગોધરા)15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં નલ સે જલ યોજનામાં થયેલી વ્યાપક ગેરરીતિ સામે ન્યાયિક તપાસ કરી જિલ્લાના છેવાડાનાં ગ્રામ્ય પ્રજાને ઉનાળાની આકરી ગરમીમાં પીવાના પાણી માટે મુશ્કેલી પડી રહી છે. ત્યારે તમામ જિલ્લાની પ્રજાને સમયસર પાણી પહોંચાડવામાં આવે તે માટે આજરોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

સમગ્ર પંચમહાલ જિલ્લામાં નલ સે જલ યોજના થકી ગ્રામ્ય તથા કસ્બાના વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે કામગીરી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી જરૂરિયાતમંદ પરિવાર સુધી શુદ્ધ પીવાનું પાણી પહોંચી શકતું નથી. ત્યારે સમગ્ર પંચમહાલ જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી બાજુ છેવાડાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને પીવાના પાણીની વિકટ સમસ્યા પડી રહી છે. જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની લાઈન નાખવામાં આવી છે, પરંતુ હજુ સુધી નળ સુધી પાણી પહોંચ્યું નથી.

સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી પ્રજાને પીવાના પાણીના લાભ આપવામાં આવે છે, પરંતુ હજુ સુધી પ્રજાને આ લાભથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને નલ સે જલ યોજનામાં મોટાપાયે ગેરરીતિઓ આચરવામાં આવી છે. ત્યારે તેની ન્યાયિક તપાસ કરવામાં આવે તેમજ જિલ્લાના વિસ્તારોમાં પીવાના પાણી માટે બહેનોને દૂર સુધી ભટકવું ન પડે અને સરકાર ઘેર ઘેર પાણી પહોંચાડવાનું જે મિશન ઉપાડી અને સમયસર લક્ષ પૂર્ણ કરવાની જે વાત કરેલી છે, તે બાબત પંચમહાલ જિલ્લામાં નિષ્ફળ જતી જણાય છે. જેથી પ્રજાની મુશ્કેલી નિવારવા તંત્રને ત્વરિત પગલા ભરે તે માટે આજરોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Previous Post Next Post