- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- He Tortured Her By Saying That She Was Ugly In Clothes And Old, And Her Father in law Went Beyond The Limit And Tried To Take Away Her Saree.
દાહોદ25 મિનિટ પહેલા
- કૉપી લિંક

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના પીપલોદ ગામે સરકારી દવાખાનાની સામે શિવ રેસીડેન્સીમાં એક પરણીત મહિલાને તેના પતિ તથા સાસુ સસરા મારમારી શારીરીક અને માનસીક ત્રાસ આપતા હતા. એક વખત સસરાએ પુત્રવધુના રૂમમાં જઈ તેની સાડી કાઢી નાંખી ઈજ્જત લેવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
પતિ બીજી યુવતિ સાથે લગ્ન કરવાનુ કહી ત્રાસ આપતો હતો
દેવગઢ બારીઆના બૈણા ગામની દીકરીના લગ્ન પીપલોદના યુવક સાથે રિવાજ મુજબ થયા હતા. પરિણીતાને તેના પતિ તું મારા કરતા ઉંમરમાં મોટી છે અને તુ કદરૂપી છે, તને જમવાનું બનાવવાનું આવડતું નથી. તું મને ગમતી નથી, મારે અસાયડી ગામની છોકરી સાથે સંબંધ છે. તેને મારે બીજી બૈરી તરીકે લાવવાની છે. તેમ કહી શારિરીક માનસિક ત્રાસ આપતો હતો.
સાસુ સસરાની ચઢવણીથી પતિ ત્રાસ આપતો હતો
સસરા તથા સાસુની ચઢામણીથી ગડદાપાટુનો મારમારી શારીરીક અને માનસીક ત્રાસ આપી તું કોઈને આ બાબતની જાણ કરીશ તો તને જાનથી મારી નાંખીશું તેવી ધાકધમકીઓ આપી હતી. સસરાએ પુત્રવધુના રૂમમાં જઈ તેની સાડી કાઢી નાંખી તેની ઈજ્જત લેવાની કોશીશ કરી હતી.
છેવટે ત્રસ્ત પરિણીતા પોલીસને શરણે
આ સંબંધે ભોગ બનેલ પરિણીતાએ પોતાના પતિ, સસરા, તથા સાસુ વિરૂધ્ધ ઉપરોક્ત કેફીયત ભરી ફરિયાદ નોંધાવતા પીપલોદ પોલીસે સાસરિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.