નડિયાદ નગરપાલિકા સંચાલિત શાળાના મુખ્ય શિક્ષક ખાતાકીય તપાસમાં નિર્દોષ છતાં ફરજ પર હાજર ન કરાતા જિલ્લા કલેકટરને રજૂઆત | Headmaster of Nadiad Municipal School innocent in departmental inquiry but not present on duty, submission to District Collector | Times Of Ahmedabad

નડિયાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

નડિયાદમાં આવેલ નગરપાલિકા સંચાલિત શાળાના મુખ્ય શિક્ષકને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા હતા. જેમની સામેના જે આક્ષેપો હતા. તેની ખાતાકીય તપાસ થઈ હતી. આ તપાસનો અહેવાલ પણ આવી ગયો હતો આમ છતાં શાસનાઅધિકારીએ તેમને ફરજ પર પુનઃ હાજર ન કરતા આજે શિક્ષકે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી ફરજ પર પુનઃ સ્થાપિત કરવા માંગણી કરી છે.

તપાસ અધિકારીએ આનો અહેવાલ શાસન અધિકારીને સુપ્રત કર્યો હતો
નડિયાદ પાલિકા સંચાલિત શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા અલ્પેશભાઈ દિનેશચંદ્ર રાવલ સામે તેમની શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાએ ખોટા આક્ષેપો કરી જાતીય સતામણીની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. તો બીજી તરફ ઇન્ચાર્જ સાસનાઅધિકારીએ આ શિક્ષકને શિસ્ત ભંગના પગલા રૂપે ફરજ પરથી મોકુફ કરીને ખાતાકીય તપાસ સોંપી હતી. આ મુખ્ય શિક્ષક સામે ખાતાકીય તપાસ શરૂ થઈ હતી. તપાસ અધિકારીએ આનો અહેવાલ શાસન અધિકારીને સુપ્રત કર્યો હતો.

છેલ્લા 53 દિવસથી નવા નવા બહાના કાઢી મને પુનઃસ્થાપિત કરતા નથી
જિલ્લા કલેકટરને લેખિતમા કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોતાની સામેની ખાતાકીય તપાસમાં પોતે નિર્દોષ થયા છે છતાં શાસના અધિકારી બિનજરૂરી મુદ્દા કાઢીને તપાસ અધિકારીને તપાસ પરત મોકલી આપી છે. તેની પૂર્ણ પણ થઈ ગઈ છે છતાં કોઈને કોઈ બહાના હેઠળ નવા નવા મુદ્દાઓ ઉભા કરી રહ્યા છે.

આ રજૂઆતમાં તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે મારી સામેની તપાસનો અહેવાલ અધિકારીના મરજી વિરુદ્ધનો ના હોય તે પૂરતા માટે પરત મોકલી રહ્યા છે ગમે તે બહાને મને દોષિત ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તપાસમાં આરોપ ખોટા હોવાથી હું નિર્દોષ બન્યો છું છતાં છેલ્લા 53 દિવસથી નવા નવા બહાના કાઢી મને પુનઃસ્થાપિત કરતા નથી આ બાબતે યોગ્ય કરી ન્યાય મેળવવા માટે તેમણે રજૂઆત કરી છે

અધિકારી શુ કહી રહ્યા છે
નડિયાદ નગરપાલિકા સંચાલિત શાળાના ઇન્ચાર્જ શાસના અધિકારીને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે મુખ્ય શિક્ષક સામેનો તપાસ રિપોર્ટ હજી ફાઇનલ આવ્યો નથી ત્યારબાદ નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم