અમદાવાદ2 કલાક પહેલા
- કૉપી લિંક
જગદીશ ચાવડાનો બંગલો પચાવી પાડવાના કેસમાં મહાઠગ કિરણ પટેલ સાથે તેની પત્ની માલિની પટેલની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ઠગાઈના આ કેસમાં અગાઉ અમદાવાદ મેટ્રો કોર્ટે માલિનીના 05 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ બાદ હાલ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.
માલિની પટેલની જામીન અરજી પર સુનવણી
ઉલ્લેખનીય છે કે, માલિની પટેલે મેટ્રો કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જેના પર આવતીકાલે બપોરે 3 વાગે માલિની પટેલને મેટ્રો કોર્ટ ખાતે લાવવામાં આવશે. ત્યારબાદ તેની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. આ જામીન અરજીમાં માલિની પટેલે અગાઉ કહ્યું હતું તેમ પતિ કિરણ પટેલના કૌભાંડમાં પોતાનો સહકાર ન હોવાની રજુઆત કરવામાં આવશે.
હાલ માલિની પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં
આમ આવતીકાલે માલિની નિર્દોષ હોવાના દાવા સાથેની જામીન અરજી પર મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. માલિનીના રિમાન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે હાલ માલિની પટેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.