ગર્ભવતી પત્નીએ કહ્યું- મારા બાળકનું પણ મોઢું નહીં જોવા દઉં; અમદાવાદી યુવકના આપઘાતના મોત પહેલાંના ચાર વીડિયો | Heartbreaking scenes reminiscent of Ayesha, Ahmedabad man commits suicide with Wife sari after getting fed up with wife | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

અમદાવાદમાં પત્ની અને સાસરિયાના ત્રાસથી એક યુવકે આપઘાત કરી દીધો છે. જો કે આ પહેલાં તેણે ગળા ફાંસો ખાતા પહેલાં ચારેક વીડિયો બનાવ્યા છે. જેમાં તેણે તેના માતા પિતાના સંબંધીનો માફી માગી છે, પત્ની માટે ઘર છોડ્યો અને ખોટા લોકો પર ભરોસો કર્યાનો વસવસો પણ વ્યક્ત કર્યો છે. સાથે જ પત્નીને ભોળી કહી છે જો કે પછી તેણે પત્ની વિરોધી ઉચ્ચારણો કર્યા છે. મર્યા બાદ તેની લાશ પણ ન જોવા દેવા એવી વાત કરી છે. સાસરીવાળા તરફથી આપવામાં આવેલા ત્રાસની આપવીતી વર્ણવીને તેમને કડકમાં કડક સજા અપાવવાની વાત કરી છે. યુવકે આપઘાત પહેલાં ગળાફાંસો ખાતે પહેલાં પત્નીની સાડીને મોતનો ફાંસો બનાવી દીધો હતો.

વીડિયો-1: સગાઈ ટાઈમથી પત્નીની ફરિયાદો
મારી બરબાદી પાછળ આટલા લોકોનું નામ છે. નવનીત દાતણીયા, અનીલ દાતણીયા, ધર્મેશ દાતણીયા, શિલ્પા દાતણીયા, જ્યોતિકા દાતણીયા, ગિરીશ સિસોદિયા એન્ડ ધર્મિષ્ઠા અને મારા સાસુ-સસરા, મારી વાઇફે મુખ્ય ભૂમિકા ભજવે છે. બધામાં… લગ્ન કર્યા પછી મેં જોબ શરૂ કરી રજાઓ પૂરી કર્યા પછી, ડેઇલી હું નોકરી પરથી ઘરે જઉં એટલે મારી વાઇફનું ઉતરેલું અને ચઢેલું જ મોઢું મને જોવા મળે, એને બહાર ફરવા લઈ જઉં તો મને કશું જ ના કહે.પછી કસમો પણ આપી આપીને હું પુછું તો કહે કે, તમારા મમ્મી મને બોલ-બોલ કરે છે, કામ બતાવ-બતાવ કરે છે, તમારી બહેન મને બોલ-બોલ કરે છે, હેતલ બોલ-બોલ કરે છે. તમારા પપ્પા મને બોલ-બોલ કરે છે. આ રીતની ફરિયાદ એને મને રોજ કરી. સગાઈના ટાઇમમાં પણ એ ફરિયાદો કરતી હતી. તમારા મમ્મી મને પાનેતર અપાવવા લઈ જવાની ના પાડે છે વગેરે વગેરે…

મમ્મીને મેં પૂછ્યો તો એ કહે કે મારી આવી કોઈ વાત જ નથી થઈ. મારે ઘરમાં એ બાબતે ઝઘડો થઈ ગયો. ટીવી તોડી નાખ્યું મેં, હોમ થિયેટર તોડી નાખ્યું, કોમ્પ્યુટર તોડી નાખ્યું. બધુ તોડમતોડી છતાં છતાં મારા મા-બાપ કશું એમને બોલ્યા નથી, લડ્યા નથી અને એને એક્સેપ્ટ કરી છે, રાખી છે. અને લગ્ન પછી પણ એને એનું એ જ બિહેવિયર ચાલુ રાખ્યું, બરાબર મને ચઢાવવાનો. રોજનું એનું હતું. એક દિવસની એની શાંતિ નહોતી, રોજ રિસાઈ રિસાઈને ઊંઘી જાય, ચઢી ચઢીને રહેવાનું, દર બે દિવસે હું એને એના મમ્મી-પપ્પાને મળવા લઈ જતો. મામાને મળવા લઈ જતો.

મને એક દિવસ એને મને એમ કીધું છે કે, મારા અનિલ મામાએ મારા લગ્ન માટે બે લાખ પચાસ હજાર આપ્યા છે. અમારી બે બહેનોની જવાબદારી ઉપર. મારા મા-બાપને કશું પણ થઈ જાય તો એ પૈસા અમારે બન્ને બહેનોએ ભરવાના બરાબર…

બોપલવાળા મકાનમાં મારા મામાએ સાડા પાંચ લાખ આપ્યા છે. એમાં આટલા મારી મમ્મીએ ચૂકતે કરી નાખ્યા, એ બધુ બે બહેનોની જવાબદારી ઉપર છે બરાબર. તો મને આ કશું સમજાતો નથી કે, આ લોકોએ શું જોઈને મારી સાથે લગ્ન કર્યા છે, મારી જિંદગી ખરાબ કરવા કે, શું કરવા ખબર નથી પડતી, અને આ બધું જે થઈ રહ્યું છે. જે મારી ફર્સ્ટ ટાઇમ સગાઈ થઈ હતી. એની મમ્મી થોડી હરામી ટાઇપની હતી.

એ ઘણીવાર વખત આ લોકોને મળી છે અને આઘી પાછી કરી છે કે, મા-બાપથી આને કંઈ રીતે અલગ કરવો, કંઈ રીતે શું કરવું, એટલે આ લોકોએ પણ એ દાવ-પેચ ચાલુ કરી નાખ્યા હતા રમવાના, અને મારી મોત પાછળ આટલા લોકો જવાબદાર રહેશે, નવનીત દાતણીયા જે મેં તમને ફર્સ્ટ ટાઇમ નામ જણાવ્યા એ, મારી લાઇફ ખરાબ કરી નાખી છે.

વીડિયો-2: પત્ની અને આવનારા બાળકનું મોઢું ન જોવા દેવાની ધમકી
મારી સાસુ કહે કે, મારી છોકરીને હું તમારા ઘરે ના મોકલું. તમારા પપ્પા આવું કેમ બોલ્યા છે. કેમ મારી છોકરી વિશે જેમ-તેમ બોલ્યા છે. એક તો તેમની છોકરીને આઘી-પાછી કરીને લડાયો છે મને અને ઉપરથી ચોર કરે જોર એ રીતનું થયું છે આ બધુ, મને કહે કે તમારે જવું હોય તો જાવ, મારી છોકરીનું મોઢું કે આવનારા બાળકનું મોઢું અમે તમને નહીં જોવા દઈએ. એ પછી હું ડરનો માર્યો ત્રણ અઠવાડિયા ઘર જમાઈ બનીને રહ્યો.

ડેઇલીનું મારા સસરાનું મને ટોર્ચર, મારો સસરો જોવો તો એકદમ દયા આવે એવો માણસ લાગે છે. બે લાફાનો ગ્રાહક છે, એ માણસ, પણ એને બહુ ફાંકો અને ઘમંડ છે. ક્યાં એ વ્યક્તિને શું બોલવું તેનું ભાન નથી. મને ડેઇલી કહે મારી છોકરીના કપડા ધોઈને ધાબા ઉપર સૂકવી નાખવાના, તારા બાપે શું મને મોંઘવારી આપી છે, નથી આપી. આ રીતે મને ડેઇલી ટોર્ચર કરતા હતા. મારી વાઇફ એક શબ્દ ન બોલે, ના સપોર્ટ કરે, એનો સપોર્ટ કરીને હું મારા મા-બાપ સાથે પણ લડ્યો છું. પણ એને એક રત્તીભર મારો સપોર્ટ નથી કર્યો.

પછી હું નીકળી ગયો ત્યાંથી મારો સામાન લઈને, મારો કોઈ સામાન ભુલી ગયો હોઈશ, મારી નોકરીનું આઈકાર્ડ વગેરે એટલે પાછો ગયો ત્યાં, તો મારી વાઇફ ઉપરના રૂમમાં આવી, રડી મારી આગળ હાથ પગ પકડીને, ઉતરવાનું નામ નહીં નીચે, થોડીવાર રહિને મારો સાળો અમિત ચૂનારા, મારી સાળી ભાવિકા ચૂનારા, મારી માસીજી શિલ્પા દાતણીયા અને એમનો બાબો આટલા લોકો આવી ગયા અને સખત બબાલ કરી જેમ-તેમ બોલ્યા, ગાળો ભયંકર બોલી મને, જે ના સાંભળી શકાય એટલી ગાળો બોલી છે મને, કે તુ મારી બહેનને છોડીને તારા મા-બાપના ઘરે કેમ ગયો, તારા બાપને તે માર્યો કેમ નહીં, ભાવિકા ચૂનારા મને એટલું હદ સુધી બોલી, હું કંઈ બોલવા ગયો તો મારા સાળુ ભાઈ છે અમિત ચૂનારા એને મને બહું માર્યો, મૂઢ માર માર્યો મને ત્યાં, હું સંબંધ બચાવવા ત્યાંથી નીકળી ગયો. ના હું પોલીસ સ્ટેશન ગયો કે ના ક્યાંય ગયો.

મને ધમકીઓ ચાલુ થઈ ગઈ, મારી માસી જ્યોતિકા, મને કહે તમારે તમારા મા-બાપ જોડે જવું હોય તો અહીં આવતા નહીં, મોઢું નહીં બતાવીએ, છોકરાનું મોઢું નહીં બતાવીએ, મારી વાઇફ સાથે વાત કરાવવાનું બંધ કરાવી દીધું, મારી વાઇફને હું પાંચ વખત મનાવવા ગયો, તો કહે કે તમારી સાથે હું આજે પણ નહીં આવું કાલે પણ નહીં આવું. તમે અહીંથી છોડીને ગયા જ કેમ, મને તમારી ઉપર ભરોસો નથી. આજ પછી મારૂં મોઢું નહીં જોવા દઉં કે, મારા બાળકનું પણ મોઢું નહીં જોવા દઉં, તમારા મા-બાપનો પડછાયો પણ નહીં પડવા દઉં, આટલી હદે મારી જોડી લેંગ્વેજ યૂઝ કરી છે.

તમે છોકરી જોવો તો મામાની ગાય જેવી છે. પણ જીભડો બહુ લાંબો છે એનો, બહુ જીભડો છે એનો. ભોળા બનવાના ખોટા-ખોટા ડોળ કરે છે અને નાટકો કરે છે. આજે હું એની જ સાડી લઈને આવ્યો છું અને એની જ સાડીએ હું લટકીને મરી જવાનો છું. બાકી મારી લાશ લેવી હોઈ તો એડ્રેસ છે, લોખંડવાળા પાર્ટી પ્લોટની બાજુમાં ટોરેન્ટ પાવર, સરખેજ.

એના મામા જે છે નવનીત દાતણીયા, એ સરકારી વકીલ છે રિટાયર્ડ અને એ એની પોસ્ટનો ખોટો ફાયદો ઉપાડે છે. મને બહુ ધમકી આપી છે. એના ઘરે હું બે વખત ગયો એને સમજાવવા કે, મોકલી આપો મારી વાઇફને, એ માણસ જ બધુ કરાવે છે બેઠો-બેઠો, તારા મા-બાપને હું દોડતા કરી નાખીશ, અહીં આવવા ના જોઈએ મારા ઘરે, કે આમના ઘરે, શાહપુર વિસ્તારમાં ફરકવા પણ ન જોઈએ, નહીં તો નાગા કરીને દોડાવીને મારીશ, એ બીકે મારા મમ્મી-પપ્પા પણ ત્યાં જતા નથી.

મને બહુ ટોર્ચર કર્યું છે. બહુ ધમકી આપી છે, એટલે મારે આ પગલું ભરવું પડી રહ્યું છે. મારે ન્યાય જોઈએ છે. મારા મા-બાપની રક્ષા કરજો, એમની હેલ્પ કરજો, મેં પણ મૂર્ખામીમાં મારા મા-બાપને બહુ બદનામ કર્યા છે લોકો આગળ. એ મારી ભૂલ થઈ ગઈ છે કે, હું સાચા માણસોને ઓળખી ના શક્યો અને આવા ખાટો લોકો ઉપર હું ભરોસો કરી બેઠો. મારા મા-બાપ અને મારી બહેનોને સાચવી લેજો એમની રક્ષા કરજો. I Love You મમ્મી પપ્પા, I Love You બહેનો માફ કરજો મને..

વીડિયો-3: દરવાજા પાસે ચાવી બતાવી
ચાવી અહીં ભરાવી છે, લઈ લેવા વિનંતી

વીડિયો-4: દુનિયાને અલવિદા, કંટાળી ગયો લાઇફથી
મને માફ કરજો હું આ દુનિયાને અલવિદા કહી રહ્યો છું આજે, I LOVE YOU મમ્મી-પપ્પા, I LOVE YOU હેતલ-ગાયત્રી… હું જાઉં છું,.. કંટાળી ગયો લાઇફથી હું…

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم