الأحد، 2 أبريل 2023

ભાવનગરના ભરતનગર વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો, મનપાના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા | Heavy landslide occurred in Bharatnagar area of Bhavnagar, municipal officials reached the spot | Times Of Ahmedabad

ભાવનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. શહેરના ભરતનગરથી શિવાજી સર્કલ તરફના રોડ પર મોટો ભુવો પડી જતા વાહન ચાલકો જીવના જોખમે રોડ પરથી પસાર થઈ રહ્યા છે, જોકે મહાનગરપાલિકાના અધિકારી અને સ્થાનિક નગર સેવકો દોડી આવી આજુબાજુ પથ્થરો મૂકી અને તાત્કાલિક અધિકારીઓને બોલાવી કામગીરી હાથ ધરી હતી.

8 થી10 ફૂટ જેટલો મોટો ભુવો પડ્યો
આમ, જોઈએ તો ચોમાસા દરમિયાન ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ શહેરના ભરતનગર વિસ્તાર પાસે 8 થી10 ફૂટ જેટલો મોટો ભુવો પડ્યો હતો, આ જોઈને લોકો અચંબામાં પડી ગયા હતા. જોકે ભુવો પડતા જ તાત્કાલિક નગરસેવકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક અધિકારીઓને બોલાવી કામગીરી હાથ ધરી હતી.

ભુવો પુરવા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી
રોડ પર ભુવો પડી જતા નીચે પસાર થતી ગટર લાઈન પણ તૂટી ગઈ હતી. જેના કારણે ભુવા પાણી ભરાય ગયું છે. જોકે અંદરથી 20 થી 25 ફૂટ સુધી માટી સરકી જવાથી મોટી દુર્ઘટના ધટી શકે તેમ હતી. પણ સ્થાનિક નગરસેવક દ્વારા ભુવા આસપાસ ફરતે પથ્થરો મૂકી દેવામાં આવ્યા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટાળી શકાય હતી અને તાત્કાલિક અધિકારીઓને બોલાવી વહેલી તકે આ ભુવો પુરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.