હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આગ લાગી, ફાયરની ગાડી દોડતી થઈ, અંતે મોકડ્રીલ જાહેર | Hemchandracharya North Gujarat University's Chemistry Building caught fire, fire truck was running, finally mock drill was announced | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Hemchandracharya North Gujarat University’s Chemistry Building Caught Fire, Fire Truck Was Running, Finally Mock Drill Was Announced

પાટણએક કલાક પહેલા

  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાની જાણ થતા ફાયરની ટીમ તાત્કાલીક પહોંચી હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. અંતે આ ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

જિલ્લા પ્રશાસનના વિવિધ વિભાગો આપત્તિના સમયે કેટલા સચેત છે તે જાણવા માટે જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અવાર નવાર મોકડ્રિલનું આયોજન કરાતા હોય છે. વિવિધ શાખાના કર્મચારીઓ કેટલા સમયમાં ઘટના સ્થળે પહોંચીને ઘટનાને નિયંત્રણમાં કરી શકે છે તે જાણવાનો ઉદ્દેશ મોકડ્રીલનો રહેલો હોય છે. ત્યારે સોમવારના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પણ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાની જાણ પાટણ પાલિકાના ફાયર ફાઈટરને કરાતા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને આગ પર નિયંત્રણ લાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આગના સમયે કઈ રીતે બચી શકાય અને કઈ રીતે આગને નિયંત્રણમાં લઈ શકાય તે બાબતેનું નિર્દેશન કરી જાણકારી આપવામાં આવી હતી. યુનિવર્સિટીના લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટ ખાતે આયોજિત કરાયેલા મોક ડ્રિલ ના આ કાર્યક્રમને લઈને ઘડીભર માટે યુનિવર્સિટી કેમ્પસમાં અને લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં ખળભળાટ મચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم