સમિતિ અધ્યક્ષ સભા કેટલી સેકન્ડ ચલાવશે? વિપક્ષે પ્લેકાર્ડ બતાવી વિરોધ કર્યો | How many seconds will the committee chairman run the meeting? The opposition protested by showing placards | Times Of Ahmedabad

સુરત28 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આજે શિક્ષણ સમિતિની સામાન્ય સભા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં બહુમતિના જોરે તમામ કામો મંજૂર કરી ગણતરીની મિનિટોમાં જ સભા પૂર્ણ કરનાર સમિતિના અધ્યક્ષ આવતીકાલે 13 એપ્રિલે મળનાર સામાન્ય સભા કેટલી સેકન્ડ ચલાવશે? તેવા પ્લેકાર્ડ કોન બનેગા કરોડપતિમાં પૂછવામાં આવતા પ્રશ્નોના ફોર્મેટમાં પ્રદર્શિત કરી વિપક્ષે વિરોધ કર્યો હતો.

સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સાત માધ્યમમાં 330થી વધુ શાળા છે. અંદાજે 1.60 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 4500થી વધુ શિક્ષકો ફરજ બજાવે છે. દર બે મહિને શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળે છે. સામાન્ય સભામાં બાળકોના ગુણવત્તાસભર શિક્ષણ, ભૈતિક સુવિદ્યાઓ સહિતના મુદ્દે ચર્ચા કરવાને બદલે છેલ્લા ઘણા સમયથી શાસકો દ્વારા સામાન્ય સભા માત્ર ગણતરીના જ સમયમાં આટોપી લેવાય છે. જેના કારણે વિપક્ષ દ્વારા અવારનવાર વિરોધ કરાય છે.

શિક્ષણ સમિતિમાં વિપક્ષનો એક માત્ર સભ્ય છે. જો કે, તેમ છતાં સભામાં શિક્ષણ જેવા મુદ્દે ચર્ચા કરવામાં શિક્ષણ સમિતિના શાસકોને રસ ન હોય વિપક્ષ વિરોધ કરે તેની બીકે સભા બહુમતિના જોરે મંજૂર કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેને લઇ પાર્ટી લેવલથી સમિતિના અધ્યક્ષને ઠપકો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે મળનાર સામાન્ય સભામાં શાસકો ચર્ચા કરી સભા ચલાવે તેવી શક્યતા છે.

‘શિક્ષકોને BLOના કામમાંથી મુક્ત કરો’
હાલમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા પૂર્ણ થતા જ શિક્ષકો ઉત્તરવહી તપાસીને પરિણામ બનાવવાની કાર્યવાહીમાં જોડાનારા છે. હાલમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો હોવાથી શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાઇ હતી. જેમાંથી મુક્તિ આપવાની માંગણી સાથે સુરત પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે કલેકટરને આવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post