વડોદરા11 મિનિટ પહેલા
- કૉપી લિંક

સિક્યુરિટી જવાનની હત્યા કરનાર હત્યારાને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરાયું.
વડોદરા શહેર બહારથી પસાર થતા નેશનલ હાઇવે ઉપર ચા-નાસ્તાની કેબિન તોડી ચોરી કરી રહેલા તસ્કરોને ટપારનાર ટ્રાન્સપોર્ટ ગોડાઉનના સિક્યોરિટી યુવાનની ચાકૂનો ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. પોલીસે આ બનવમાં ઝડપાયેલા હત્યારાને સાથે રાખી હત્યાના બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસે હત્યારાને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાસ્થળ પર જ ઢીમ ઢાળી દીધું
આ બનાવની વિગત એવી છે કે, શહેરના વાઘોડિયા ચોકડી પાસેનો 30 વર્ષીય રહેવાસી સુરેશ હરિભાઇ ભરવાડ નેશનલ હાઇ-વે ઉપર APMCની બાજુમાં આવેલ જયઅંબે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં સિક્યોરિટી તરીકે નોકરી કરતો હતો. મધરાત્રે APMCની સામે આવેલ ચા-નાસ્તાની કેબિન તૂટવાનો અવાજ આવતા તે સ્થળ પર પહોંચ્યો હતો અને કેબિન તોડી રહેલા તસ્કરોને કેબિન કેમ તોડો છો? એવો પ્રશ્ન કરતા તસ્કરે સુરેશની છાતીમાં ચાકૂનો ઘા મારી સ્થળ પર ઢીમ ઢાળી દીધું હતું.

હાથકડી લગાવી હત્યારાને લઇ જવાયો
પહેલાં બંને વચ્ચે ઝપાઝપી થઇ
આ સમય દરમિયાન પોલીસે ઘટનાસ્થળ પરથી મળેલી હત્યારાની મોટરસાઇકલના આધારે હત્યારા આરીફ ગનીમીયાં શેખ (રહે. ચીસ્તીયા એપાર્ટમેન્ટ, હાથીખાના, વડોદરા)ની ધરપકડ કરી હતી. પોલીસે હત્યારાને કોર્ટમાં રજૂ કરી 4 દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન બાપોદ પોલીસે હત્યારાને સાથે રાખી ઘટનાસ્થળે પહોંચી હતી અને કેવી રીતે ચા-નાસ્તાનું કેબીન તોડ્યું? સિક્યુરીટી જવાન કઇ તરફથી આવ્યો હતો? સિક્યુરીટી આવ્યા બાદ શું થયું ? અને કેવી રીતે સિક્યુરીટી જવાન હુમલો કરી હત્યા કરી હતી. તે તમામ પ્રશ્નો સાથે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.

હત્યારાને લઇ પોલીસ પહોંચતા સ્થાનિક લોકો ટોળે વળ્યા
ઘટનાસ્થળ પરથી બાઇક અને ચાકૂ મળ્યું હતુ
હત્યાના બનાવની બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો. પોલીસને સ્થળ પરથી સુરેશ ભરવાડને મોતને ઘાટ ઉતારવા માટે ઉપયોગમાં લેવામાં આવેલ છરી અને આરોપીની બાઇક મળી આવી હતી. આ સમય દરમિયાન પોલીસે બાઇકના આધારે આરોપી આરીફની ધરપકડ કરી હતી. આરીફ સામે પાણીગેટ પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ સહિત 7 ગુના નોંધાયેલા છે.

કેબીનનું તાળું કેવી રીતે તોડ્યું ?
સિક્યોરિટીની નોકરી કરતો હતો
મોતેને ઘાટ ઊતારાયેલો સુરેશ ભરવાડ મૂળ ખંભાત તાલુકાના વરણેસ ગામનો વતની હતો. એક વર્ષ પહેલાં જ તે પરિવાર સાથે વડોદરામાં સ્થાયી થવા માટે આવ્યો હતો અને નેશનલ હાઇવે ઉપર મીનાક્ષી ગોડાઉનમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આગામી માસમાં તેના લગ્ન લેવાયા હતા પરંતુ, તેનું લગ્ન થાય તે પહેલાં તેની હત્યા થઇ હતી.

સિક્યુરીટી જવાનની થયેલી હત્યાનું સ્થળ
પરિવાજનોનું હૈયાફાટ રૂદન
મોડી રાત્રે આરોપીઓનાં હાથે મોતને ઘાટ ઉતારાયેલા સુરેશ ભરવાડના આગામી 30 મે,2023ના રોજ લગ્ન હતા. લગ્નના એક મહિના પહેલાં જ તેની હત્યા થતાં પરિવારજનો ઉપર આભ ફાટ્યું છે. સુરેશની હત્યાના સમાચાર સાંભળી વડોદરા દોડી આવેલા પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું. બીજી બાજુ ભરવાડ સમાજના આશાસ્પદ યુવાનની થયેલી હત્યાના પગલે ભરવાડ સમાજમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.