الجمعة، 7 أبريل 2023

પત્ની પર પુરુષ સાથે ભાગી જતા પતિએ ફરિયાદ નોંધાવી; કહ્યું- 'પત્ની પરત ના આવે તો કાંઈ નહિ, મારા બે દીકરાઓને પાછા અપાવો' | Husband files complaint against wife running away with man; He said - 'If the wife does not return, then nothing, bring back my two sons'. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Husband Files Complaint Against Wife Running Away With Man; He Said ‘If The Wife Does Not Return, Then Nothing, Bring Back My Two Sons’.

નર્મદા (રાજપીપળા)41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

‘પત્ની પરત ના આવે તો કાંઈ નહિ, પણ સાહેબ મારા બે દીકરાઓ પરત અપાવો’ આ શબ્દો છે મૂળ ઉત્તર પ્રદેશના અને છેલ્લાં 5 વર્ષથી રાજપીપળા નજીક આવેલી ભારત સ્પીનિંગ મિલમાં વર્કર તરીકે કામ કરતા અશોક રાઠોડના. જેની પત્ની અન્ય કોઈ પુરુષ સાથે ભાગી જતા પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બે દીકરાઓને પાછા લાવવા માટે માગ પણ કરી છે. ત્યારે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અશોક રાઠોડ તેની પત્ની અને બે પુત્રો સાથે પહેલા GSL મિલ તરીકે અને હવે ભારત સ્પીનિંગ મિલ તરીકે ઓળખાતી કંપનીની કોલોનીમાં રહીને કામ કરતો હતો. અશોક લાલારામ રાઠોડે આમલેથા પોલીસને જાણ કર્યા મુજબ તેની પત્ની સનિતા રાઠોડ પોતાના દિકરા (1) કેશવ ઉ.વ. 7 તથા (2) લવ ઉ.વ. 4 નાઓ તા. 09/10/2022ના રોજ પોતાના ઘરેથી કોઇને કંઈક કહ્યા સિવાય ક્યાંક જતા રહ્યા હતા. જેની ઘણી શોધખોળ બાદ પણ ક્યાંય ભાળ નહિ મળતા પતિ અશોક એ પોલીસની મદદ માગી છે.

ત્યારે ગત 9 ઓક્ટોબર 2022માં અચાનક એક દિવસ તેની પત્ની તેના બે સંતાનો 7 વર્ષીય કેશવ અને 4 વર્ષીય લવને લઈને પર પુરુષ સાથે પલાયન થઈ ગઈ હતી. ત્યારથી અશોક રાઠોડ છેલ્લા 6 માસથી પોતાની ફરિયાદ લઈ પોલીસ મથકના ચક્કર કાપી રહ્યા હતો. ત્યારે તેની આજ રોજ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.