Tuesday, April 18, 2023

પતિ ધ્યાન રાખતો ન હોય પત્નીએ મદદ માગી, અભયમ ટીમે પતિને જવાબદારીનું ભાન કરાવ્યું | Husband not taking care of his wife, wife seeks help, Abhayam team makes husband aware of responsibility | Times Of Ahmedabad

ભરૂચ6 કલાક પહેલા

  • કૉપી લિંક

ઝઘડિયા તાલુકાનાં નજીકનાં ગામમાંથી એક મહિલાનો ફોન આવેલ કે મારા પતિ કોઈ કામધંધો કરતા નથી અને કોઈ જવાબદારી લેતા નથી. જેમાં મદદરૂપ બનવા અનુરોધ કરતા અભયમ રેસક્યું ટીમ ભરૂચ સ્થળ પર પહોંચી પતિને જવાબદારીનું ભાન કરાવતા પરણિતા ને ખુબ રાહત પહોંચી હતી.

મળતી માહિતી મુજબ નેહા બેન (નામ બદલેલ છે) તેમનાં પતિ કોઈ પણ પ્રકારનો કામ ધંધો કરતા નથી. અને પોતે કોઈ કામ માટે જાય તો પાછળ આવી પીછો કરે ને વહેમ કરે, કામ ધંધો કરવાનું કહે તો કૂવા માં પડી જઈશ તળાવ માં કૂદી જઈશ એ રીતે આત્મહત્યા કરવાની ધમકી આપે, વ્યસન કરીને ઝઘડો કરે છે.

અભયમ ટીમે પતિને સામાજિક અને કાયદાકીય જવાબદારીનું ભાન કરાવ્યું હતું. વ્યસન કરી પત્નીને હેરાન કરવા અને આત્મહત્યા કરવાની ધમકી આપવી એ કાયદાકીય રીતે ગુનો થાય છે. પરિવારની જવાબદારી વિષે માહિતગાર કર્યાં હતાં જેથી તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પછી કોઇપણ પ્રકારની હેરાનગતિ નહીં કરુ તેની ખાત્રી આપી હતી અને હવે નિયમિત આવક મળે તેવી કામગીરી કરીશ.આમ અસરકારક કાઉન્સિલગ દ્વારા પરણિતા ની સમસ્યા નું સમાધાન કરાવવામા આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: