પતિના આડા સબંધોએ સાંસારીક જીવન બરબાદ કર્યું, પરણિતાએ સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી | Husband's affair with college girl ruined mundane life, wife complains to in-laws | Times Of Ahmedabad

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

કોલગર્લ સાથે આડા સબંધ રાખતા પતિથી ત્રાસી ગયેલી પરિણીતાને સાસુ, સસરા, નણંદો અને જેઠે પણ સાથ ન આપતા ત્રસ્ત થઇ ગઇ હતી. માતા-પિતાએ આપેલી શીખામણથી જેમ-તેમ કરીને લગ્નના ચાર વર્ષ પસાર કર્યા હતા તેમછતાં પતિમાં કોઇ સુધારો થયો ન હતો અને પરણિતાને જબરજસ્તી પિયરની વાટ પકડાવી દેતા તેણે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

ચાર વર્ષ પૂર્વે લગ્ન થયા હતા
વડોદરા આજવા રોડની 27 વર્ષીય જયાબહેન (નામ બદલ્યું છે) ના લગ્ન વર્ષ 2019માં મથુરા ખાતે રહેતા શુભમ ગૌસ્વામી સાથે થયા હતા અને લગ્ન બાદ જયાબહેન સાસરીમાં સંયુકત કુટુંબમાં રહેતા હતા. લગ્નનો એક માસ માંડ પૂરો થયો હતો ત્યાં સાસુ-સસરા, જેઠ અને બે નણંદોએ નાની-નાની બાબતોમાં ઘરકામ કરવા માટે બોલાચાલી, ઝઘડો કરી, મારઝુડ કરી અને કહેતા કે તારા બાપાએ અમોને માગ્યા મુજબનું દહેજ આપ્યું નથી તેમ જણાવી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

પતિની કુટેવ ચાલુ જ રહી
જયાબહેને પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, મારા પતિ દારૂ પીવાની ટેવવાળા હોવાથી તેમજ કોલગર્લ સાથે આડા સંબંધો રાખતા હોવાની જાણ પણ મને મારા લગ્ન બાદ જ થઇ હતી. જ્યારે પણ મારા પતિ શુભમ દારૂ પીને આવતા, ત્યારે હુ તેને કહેતી કે તમે દારૂ કેમ પીવો છો ? ત્યારે મારા સાસુ , સસરા તથા જેઠ મારા પતિને સાથ સહકાર આપી મને મા૨ મરાવતા હતા અને મારી બંને નણંદો પણ મારા સાથે ટેલીફોન ઉપર વાત કરી કહેતા હતા કે, પતિ દારૂ પીવે એમા પત્નીએ બોલવાનું ના હોય અને મારા પતિને મને મારવા ઉશ્કેરતા હતા. એક દીકરાના જન્મ બાદ પણ આ મારા પતિએ કોલ ગર્લ સાથે આડા સંબંધો રાખવાનું તેમજ દારૂ પીવાનું બંધ કર્યું ન હતું.

માતા-પિતાએ દીકરીને સમજાવી
મારી બંને નણંદો પુત્ર જન્મની વધામણી માટે મારી સાસરીમાં આવ્યા હતા. તે સમયે મારા માતા-પિતાએ યથાશકિત મુજબ મારા બંને નણંદોને ભેટ આપી હતી ત્યારે તેઓએ સોનાની ચેઈનની માંગણી કરી હતી. પિયરમાં આવી ત્યારે મારા માતા-પિતાને મારા પતિની કોલગર્લ અને દારૂ પીવાની ખરાબ લત તેમજ મારી સાસુએ કરેલી વાતની જાણ કરી હતી. મારા માતા-પિતાએ મને સમજાવેલ કે, તારે થોડુ સહન કરી લેવાનું. આપણા સમાજમાં છોકરી પાછી આવે તો મા-બાપની સમાજમાં બદનામી થાય.

કામવાળી તરીકે જિંદગી કાઢવી પડશે
સાસરીમાં પરત ફરી ત્યારે પતિનો મોબાઇલ ફોન ચેક કર્યો હતો. તેમાં કોલગર્લ સાથે વ્હોટ્સએપ ચેટીંગ કરતા પતિને પકડ્યા હતા. આ વાતની જાણ મારા સાસુ સસરાને કરી હતી પરંતુ, મારા સાસુ-સસરાએ પણ મારા પતિનો પક્ષ લઇને મને જણાવેલ કે, તારાથી મારો છોકરો ખુશ નથી તો તે બહાર જાય તો તેમા શુ છે? તારે આ ઘરમાં કામવાળીની જેમ રહેવુ હોય તો રહે અને અમારી માંગ્યા મુજબની રકમ તુ પિયરમાંથી નહિં લાવે ત્યાં સુધી તારે આવી રીતે જ જિંદગી કાઢવી પડશે.

ટ્રેનમાં જબરજસ્તી બેસાડી દીધી
2001 જુન-જુલાઇમાં સાસુ પૂણા ગયા હતા. તે સમયે પતિ દારૂ પીને ઘરે આવ્યા હતા. તેઓ પાસે ઘરખર્ચ માટે નાણા માંગતા મને ઢોર માર માર્યો હતો. તે સમયે ઘરમાં નણંદ અને સસરા હોવા છતાં મદદે આવ્યા ન હતા. તે બાદ પુત્ર પતિ સાથે રમવા માટે ગયો ત્યારે તેને પણ ધક્કો મારી દૂર હડસેલી દીધો હતો અને તેને માર્યો હતો. તા. 5 જાન્યુઆરી, 2023ના રોજ મારા જેઠે મને જબરજસ્તીથી ટ્રેનમાં બેસાડી વડોદરા મારા પિયરમાં મોકલી આપી હતી.

બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ
જયાબહેનને પતિ શુભમ ગોસ્વામી સહિત સાસરીયાઓ સારી રીતે રાખશે નહિ તેમ લાગતા આખરે તેમને બાપોદ પોલીસ મથકમાં પતિ, સાસુ, સસરા, જેઠ અને બે નણંદો મળી 6 સામે ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસે ફરિયાદના આધારે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ તમામ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

أحدث أقدم