ઉદયપુર જાવ છું મિત્રને કહીને નીકળી ગયો, પૈસા બચાવવા લિફ્ટ લીધી ને લૂંટારાઓએ મોતને ઘાટ ઉતાર્યો | I told my friend I was going to Udaipur, left, took a lift to save money and was killed by robbers. | Times Of Ahmedabad

અમદાવાદ13 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ત્રણ મહિના પહેલા પોતાના વતનથી અમદાવાદ નોકરીની તલાશમાં આવેલા યુવકને ફરી ઉદેપુરમાં એક સારી નોકરી મળશે તો ફોન આવ્યો હતો.ખિસ્સામાં રૂપિયો નહોતા મિત્રોએ મદદ કરી એટલે ઘરેથી ખિસ્સામાં સો રૂપિયા લઈને નીકળ્યો હતો.શાહીબાગ સુધી જેમતેમ પહોંચેલા આ યુવકને રસ્તામાં કોઈ લિફ્ટ આપે તો તેના થોડા રૂપિયા બચી જાય એવું ઇચ્છતો હતો અને શાહીબાગમાં જ એક અજાણ્યા બાઇક ચાલકે તેને અસારવા રેલવે સ્ટેશન સુધી મૂકવાની ઓફર કરી પણ રેલવે સ્ટેશન જવાની બદલે યુવકને આવાવારુ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં ગરીબ યુવકની બેગ લૂંટવાનો પ્રયાસ કર્યો પણ યુવકની બેગમાં કિંમતી વસ્તુ નહીં સર્ટિફિકેટ હતા અને એક આશા હતી કે હવે તેમને નોકરી મળશે પણ તે લૂંટારો અને આપ્યા નહીં અને લૂંટારો એ પોતાની છરી યુવકને મારી દીધી હતી .જેમાં યુવકનું મોત થયું હતું ત્યારબાદ કરુણ ઘટના થઈ હતી કે મરનાર યુવક કોણ હતો તે જાણ ના થઈ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ માત્ર ટીશર્ટના લોગોથી તેની ઓળખ કરી લીધી હતી.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલ્યો છે પરંતુ એક યુવાનની આશા અને તેની લાગણીઓનો અંત આવી ગયો છે.

રાકેશ જટીયાની મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને ગરીબ પરિવારનો એક નો એક દીકરો હતો.બાવળા ખાતે આવેલી એક કંપનીમાં તે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ હોવા છતાંય સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો.થોડા દિવસ પહેલા તે અન્ય જિલ્લામાં નવી નોકરી ના ઇન્ટરવ્યૂ માટે જવા નીકળ્યો.આરટીઓ સર્કલથી શાહીબાગ ગયો અને રાત્રે રોડ પર સુઈ ગયો ફરી તે ઉઠી ચાલવા લાગ્યો.ત્યાં તેને ત્રણેક લોકો મળ્યા હતા.જે લોકોએ રાકેશને લિફ્ટ આપવાના બહાને તેની સાથે ઝપાઝપી કરી.લૂંટ કરવા માટે જ આ આરોપીઓએ ઝપાઝપી કરી હતી.આરોપીઓને શંકા હતી કે તેની બેગમાં કોઈ કિંમતી વસ્તુ હશે પરંતુ માત્ર ઇન્ટરવ્યૂ ને લગતા કાગળો જ હતા.રાકેશને ભવિષ્ય બનાવવું હોવાથી તે બેગ આપતો નહોતો અને સતત પ્રતિકાર કરતો રહ્યો.જેથી આરોપીઓને કિંમતી મતા હોવાનું લાગતા ત્રણ છરીના ઘા મારીને હત્યા કરી બેગ લૂંટી ફરાર થઇ ગયા હતા.

એક તરફ એક અજાણી લાશ અને લાશ જોતા યુવક રખડતો ભટકતો નહિ પણ ભણેલો ગણેલો હોવાનું લાગતા તેના પ્રત્યેની સંવેદનશીલતા પોલીસને સતાવતી હતી જેથી સતત એક એક કલાક જાગી ક્રાઇમ બ્રાન્ચ યુવકની ઓળખ કરવામાં લાગી હતી.માત્ર ટીશર્ટ ના લોગો પરથી ક્રાઇમ બ્રાન્ચે રાકેશની ઓળખ કરી લીધી હતી.ઓળખ થયા બાદ આરોપીઓને શોધવા ટીમો રવાના કરાઈ.બાતમી અને ટેક્નિકલ એનાલિસિસ આધારે પોલીસે અક્ષય ઉર્ફે આકાશ ઉર્ફે રાઈડર રાઠોડ, સન્ની ઉર્ફે ઢાંગી ઉર્ફે ગટી દંતાણી અને રૂપેશ ઉર્ફે રાહુલ દાંતણીયાની ધરપકડ કરી.આરોપીઓ રખડતા લોકો હોવાનું સામે આવ્યું છે અને માત્ર લૂંટના ઇરાદે જ રાકેશને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.

નોકરીની શોધમાં નીકળેલા ભણેલા ગણેલા યુવકની હત્યા બાદ હવે પોલીસ તપાસમાં લાગી છે.આરોપીઓએ માત્ર કિંમતી વસ્તુ હોઈ શકે તેની શંકા પર જ હત્યા કરી બેગ લૂંટી હતુ. ઇન્ટરવ્યૂ આપવાના કાગળો રાકેશ આપવા માંગતો નહોતો કેમકે સવાલ હતો તેના ભવિષ્યનો અને ત્યાં જ તેની હત્યા થઈ ગઈ હતી. ત્યારે આરોપીઓએ લૂંટના ઇરાદે અન્ય બે ત્રણ લોકોને પણ ધમકાવી છરી ના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post