પંચમહાલ (ગોધરા)37 મિનિટ પહેલા
- કૉપી લિંક

પતિએ અગ્નિસ્નાન કર્યું…
મોરવા હડફ તાલુકાના માતરિયા(વે) ગામે પોતાની પત્ની બીજા સાતે રહેવા જતી રહેતા પતિએ ટેન્શનમાં આવી પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી દઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે જાણવા મળ્યા મુજબ મરણ જનાર વ્યક્તિની પત્નીનાં બીજા પતિએ મરણ જનારને મરવા માટે દુષ્પ્રેરણા આપી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરવા હડફ તાલુકાના માતરિયા(વે) ગામે રહેતા મરણ જનાર બાબુ ડામોરની પત્ની વનિતાબેન મોરવા હડફ તાલુકાના વાસદેલિયા ગામના રયજી માલીવાડ સાથે પત્ની તરીકે રહેવા જતી રહી હતી. જેમાં સમાજ રાહે નિકાલ પણ કરવામાં આવ્યો હતો. તે પછી આરોપી રયજી માલીવાડ દ્વારા મરણ જનાર બાબુને ફોન કરી ‘હું તારી પત્નીને મારી પત્ની તરીકે રાખવા લઈ આવ્યો છું અને તારાથી થાય તે કરી લે, હવેથી તારી પત્ની મારી પત્ની તરીકે મારી સાથે રહેશે, હવેથી તું મને ફોન કરતો નહિ અને તારે મરવું હોય તો મરી જા અને જો તું મને મળીશ તો હું તને જાનથી મારી નાખીશ’ તેમ વારંવાર ફોન ઉપર મરણ જનારને જણાવતા મરણ જનાર બાબુ ટેન્શનમાં આવી ગયો હતો.
આરોપી રયજી માલીવાડ દ્વારા બાબુભાઈને મરવા માટે દુષ્પ્રેરણા આપી હતી. ત્યારે બાબુભાઈએ પોતાના ઘરની પાછળ આવેલા ખુલ્લા ખેતરમાં જાતેજ શરીર ઉપર પેટ્રોલ છાંટી દીવાસળી ચાંપી આપઘાત કરી લીધો હતો. ત્યારે આ બનાવ અંગે મોરવા હડફ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે આ બનાવ અંગે સમગ્ર પંથકમાં જાણ થતાં લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
એ ડિવિઝન પોલીસ મથકના અલગ અલગ ત્રણ બનાવ…
ગોધરા તાલુકાના કેવડીયા ગામે શિકારી ફળિયામાં આવેલા એક રહેણાક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા ઘરમાં મૂકી રાખેલા સોના ચાંદીના દાગીના, સર સામાન, દસ્તાવેજી કાગળો અને અનાજ, ઘાસ બળી જરા ભારે નુકસાન થયું હતું.
ગોધરા તાલુકાના કેવડીયા ગામે શિકારી ફળિયામાં રહેતા ચંપાબેન શિકારીએ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તા.14 એપ્રિલનાં રોજ તેઓના ઘરમાં અગમ્ય કારણોસર આગ લાગવા પામી હતી. જે આગમાં ઘરમાં મૂકી રાખેલા સોના ચાંદીના દાગીના, સર સામાન, દસ્તાવેજી કાગળો, ડાંગર, મકાઈ, ચોખા અને ઘાસ બળી ગયા હતા અને તેઓએ ભારે નુકસાન થયું હતું.
ગોધરા તાલુકાના પોપટપુરા ગામે રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે ખુલ્લામાં કેટલાક ખેલીઓ જુગાર રમી રહ્યા હતા. તે સમયે પોલીસે રેઇડ કરતા ગોધરા શહેરનાં ત્રણ ખેલીઓ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે તેઓ પાસેથી રોકડ રૂ. 11,810 મળી આવ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા તાલુકાના પોપટપુરા ગામે રાત્રીના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગોધરા શહેરનાં રાજકુમાર મોહનલાલ ભેરુમલ કૃપલાણી, બિલાલ યુસુફ ઇસાક બક્કર, ચમન મુલચંદ કલવાણી તેમજ અન્ય ખેલીઓ જુગાર રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી. જે બાતમી આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી. જેમાં ઉપરોક્ત નામો વાળા ત્રણ જુગારીઓ પોલીસના હાથે આબાદ ઝડપાઇ જવા પામ્યા હતા. જ્યારે અન્ય જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ત્રણ જુગારીઓ પાસેથી રૂ. 11,810 રોકડ કબજે કરી જુગારીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોધરા એલ.સી.બી.પોલીસે ગોધરા શહેર એ ડિવિજન પોલીસ મથકમાં નોંધાયેલા વિશ્વાસઘાતનાં ગુનામાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપીને આણંદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
ગોધરા એલ.સી.બી.પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, ગોધરા શહેર એ ડિવિજન પોલીસ મથકે નોંધાયેલા વિશ્વાસઘાત ગુનામાં પોલીસથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી આણંદનો કિરીટ બિહારી ઉર્ફે વિકાસ પટેલ હાલમાં આણંદ ખાતે શ્રીજી બંગલો મકાન 1 ખાતે રહે છે. જે બાતમી આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોક્ત આરોપી છેલ્લા 16 વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાઇ જવા પામ્યો હતો. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી ગોધરા શહેર એ ડિવિજન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.