કચ્છ (ભુજ )21 મિનિટ પહેલા
- કૉપી લિંક

રાપર શહેર મધ્યે રાપર સુન્ની મુસ્લિમ જમાત દ્વારા પવિત્ર રમજાન માસને અનુલક્ષીને સદભાવના ઇફતાર પાર્ટીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ આધ્યાત્મિક સંતો સાથે મોટી સંખ્યામાં હિન્દૂ- મુસ્લિમ સમાજનાં લોકો જોડાયા હતાં. આ વેળાએ રોજેદારોને નમાજ અદા કરાવીને રોજા છોડાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે ધાંગધ્રા સુદામા આશ્રમના આદરણીય સંત શ્યામસેવકદાસજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સદભાવના અંગે કોમી એકતા પ્રત્યે પોતાની લાગણીઓ પ્રદર્શિત કરી હતી. તો પ્રોબેશનલ ડીવાયએસપી પી જે રેણુકાએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

સદભાવના હેતુ આયોજિત ઇફતાર પાર્ટીમાં હાજર રહેલા પીર સેયદ અનવરસા બાપુએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમનું મુસ્લિમ જમાતનાં અગ્રણીઓ સન્માન કર્ હતું યોજાયેલ ઈફ્તાર સદભાવના કાર્યક્રમમાં નંદગામ આશ્રમ ના સંત ભુવાજી સાથે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ લક્ષ્મણસીહ સોઢા,ડીવાયએસપી. પી જે રેણુકા સાહેબ, નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ હઠુભા સોઢા, રાપર તાલુકા ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ અનોપસિહ વાધેલા, સાહિત્યકાર મોરારદાન ગઢવી, વાગડ મુસ્લિમ સમાજનાં અગ્રણી હાજી અલ્લારખા રાઉમા, પત્રકાર દિપુભા જાડેજા, પ્રહલાદસિહ સોઢા, ભરતસિંહ સોઢા, ભવાનભાઈ પટેલ, રાપર મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી ઈસ્માઈલ પણકા, પીર શૈયદ અનવરશાહબાપુ, મુતવલ્લી હાજીભાઇ ખાસકલી, મહંમદ નોડે. રમઝાન મહિડા, જાનમામદ રાઉમા, નંદાસર સરપંચ ગુલમહંમદ સમા, યુવા ભાજપનાં જાનખાન બલોચ,ગુલામરસુલ ચૌહાણ, ઇસ્માઇલ ટાંક., રહીમભાઈ ઘાંચી, પીર અલીઅકબરશા શેખ, ઉંમરશા શેખ, કરીમ સોઢા તેમજ અગ્રણીઓ યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પધારેલા મહાનુભાવોનું રાપર મુસ્લિમ જમાતના અગ્રણીઓ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમઝાન મહિડા એ તેમજ આભારવિધિ સાથે પ્રાસંગિક ઉદબોધન પીર શૈયદ અનવરશાહબાપુ દ્વારા કરવામાં આવ્યું હતું.
