વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક
વલસાડ શહેરના અબ્રામા રાજન નગર વિસ્તારમાં આવેલી ખુલ્લી પડતર જમીનમાં પડેલો કચરો સ્થાનિક લોકોએ એકત્રિત કરી સળગાવ્યો હતો. જમીન ઉપર સળગી રહેલા કચરાની ગરમી જમીન નીચે રહેલા GSPCની ગેસ લાઈન સુધી પહોંચતા GSPC દ્વારા નાખવામાં આવેલી PVCની ગેસ લાઈન પીગળી ગઈ હતી. જેને લઈને ગેસ લાઈનમાં લીકેજ થતા આગ પકડી લીધી હતી. સ્થાનિક લોકોએ આગની વિકરાળ જ્વાળાઓ જોઈ તાત્કાલિક વલસાડ નગર પાલિકાના ફાયર વિભાગ અને GSPCની ટીમને ઘટનાની જાણ કરી હતી. GSPCની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગેસ સપ્લાય બંધ કર્યો હતો. વલસાડ ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
વલસાડ શહેરના પ્રવેશ દ્વારા એવા અબ્રામા રાજન નગર વિસ્તારમાં આવેલી ખુલ્લી જમીનમાં લોકોએ ફેંકેલો કચરો સ્થાનિક લોકોએ સળગાવ્યો હતો. જમીન ઉપર સળગાવેલો કચરાની ગરમી જમીન અંદર GSPC દ્વારા નાખવામાં આવેલી ગેસ લાઈન સુધી પહોંચતા GSPCના PVC પાઈપ પીગળી જતા ગેસ લાઈનમાં લીકેજ સર્જાયું હતું. અને ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને અગ્રણીઓને થતા તેઓ આગ ઉપર કાબુ મેળવવા દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ આગની ઘટનાની જાણ વલસાડ ફાયર વિભાગની ટીમ અને GSPCની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાને લઈને ઉપરથી પસાર થતી વીજ લાઈન સુધી આગની જ્વાળા પહોંચ્યા વીજ લાઈન તૂટી ગઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક વીજ કંપનીને ઘટનાની જાણ કરી વીજ લાઈન બંધ કરવા જણાવ્યું હતું. GSPCની ટીમે તત્કાલિમ ઘટના સ્થળે પહોંચીને ગેસ લાઈન બંધ કરી હતી. વલસાડ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વીજ કંપનીની ટીમ અને GSPCની ટીમે રીપેરીંગ કામગીરી પૂર્ણ કરી ગેસ પુરવઠો અને વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવ્યો હતો.