સુરેન્દ્રનગર44 મિનિટ પહેલા
- કૉપી લિંક
– પીપળીયા (ધાધલ) ગામના ખેડૂતની જમીન પર કંપનીએ કબ્જો જમાવી કોઈ પણ વળતર ચૂકવ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતને હેરાન પરેશાન કરતા હોવાનો વીડિયો ખેડૂતે વાઇરલ કર્યો
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામા પવનચક્કી સામે વિવાદ ઉભો થયો છે. જેના પગલે ખેડૂતોએ હક માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેમાં ચોટીલા વિસ્તારમાં સુઝલોન પવનચક્કી ઉભી કરનારી કંપનીની દાદાગીરી સામે આવી છે. જેના પગલે પીપળીયા (ધાધલ) ગામના ખેડૂતની જમીન પર કંપનીએ કબ્જો જમાવી કોઈ પણ વળતર ચૂકવ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતને હેરાન પરેશાન કરતા હોવાનો વીડિયો ખેડૂતે વાઇરલ કરતા ચકચાર મચી જવા પામી છે.
ચોટીલા વિસ્તારમાં સુઝલોન પવનચક્કી ઉભી કરનારી કંપનીની દાદાગીરી સામે આવી છે. જેમાં ખેડૂતને પોતાની માલિકીની જમીનમા ન ધૂસવા દેતા હોવાથી ખેડૂત લાચાર બન્યા છે. જેમાં ભોગ બનનારા ખેડૂત ભરતભાઈએ પોતાની જમીન ઉપર કબ્જો જમાવી બેઠેલી સુઝલોન કંપની સામે ઉચ્ચકક્ષાએ ફરિયાદ પણ કરી છે. જેમાં ખેડૂતની પોતાની જમીન મેળવવા તેમજ આશરે 10 વર્ષોથી વધુનુ પવનચક્કી કંપનીએ ખેડૂતને વળતર ન ચૂકવતા ખેડૂતે કલેકટર તેમજ કોર્ટના દરવાજા ખખડાવી રજૂઆત કરી છે.
જેના પગલે પીપળીયા (ધાધલ) ગામના ખેડૂતની જમીન પર કંપનીએ કબ્જો જમાવી કોઈ પણ વળતર ચૂકવ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતને હેરાન પરેશાન કરતા હોવાની વ્યાપક રાડ ઉઠવા પામતા ખેડૂતોએ હક માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ડિસ્ટ્રિક્ટ કોર્ટમા ન્યાય માટે દોડી આવ્યા હતા.
બાઈટ
કિરીટભાઈ ધાધલ,
ખેડૂત અગ્રણી