પાટણ શહેરમાં ઊંચાનીચા રસ્તાના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતા હિંગળાચાચરના વેપારીઓની દુકાન પાસે પાણી ભરાયા | In the city of Patan, the shop of Hinglachachar traders got flooded due to the lack of drainage of rainwater due to the elevated road. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In The City Of Patan, The Shop Of Hinglachachar Traders Got Flooded Due To The Lack Of Drainage Of Rainwater Due To The Elevated Road.

પાટણ5 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારના પ્લાનિંગ વગર શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવાયેલ માર્ગો નું લેવલિંગ ન મળતા વરસાદી પાણી ભરવાની સમસ્યા સર્જાવા પામી છે. જેના કારણે વેપારીઓ સહિત રાહદારીઓ અને વાહન ચાલકોને અનેક યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો છે.

પાટણ શહેરમાં શુક્રવારે બપોરે અચાનક આવેલા વાતાવરણી બદલાવના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થતા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભભવવા પામી હતી. ત્યારે તાજેતરમાં શહેરના જૂના ગંજ બજારથી હિંગળા ચાચર તરફના લેવલ વગર બનાવાયેલા માર્ગને લઈ હિંગળાચાચર ના વેપારીઓની દુકાન આગળ જ પાણી ભરાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો દુકાને આગળ ભરાયેલા પાણીના કારણે ગ્રાહકોએ પણ અન્ય દુકાનો ઉપરથી માલની ખરીદી કરવાની ફરજ પડતા વેપારીઓને પડતા ઉપર પાટા જેવી પરિસ્થિતિનું નિર્માણ ઉભું થવા પામ્યું હતું.

આ સમસ્યા બાબતે વેપારીઓએ નગરપાલિકાના સત્તાધીશો તેમજ આ વિસ્તારના કોર્પોરેટરને રજૂઆત કરી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી. પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા લેવલ સાથે નવીન માર્ગો નું કામકાજ હાથ ધરાય તેવું આયોજન કરવું જોઈએ તેવી માંગ પણ વેપારીઓ સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનોમાં પ્રબળ બનવા પામી છે.

Previous Post Next Post