السبت، 8 أبريل 2023

સાંજના સમયે મોડાસા અને ધનસુરા પંથકમાં વરસાદ વરસ્યો; ખેડૂતોને મકાઈ, બાજરી અને જુવારના પાકમાં નુકસાન | In the evening, it rained in Modasa and Dhansura parishes; Losses to farmers in maize, millet and sorghum crops | Times Of Ahmedabad

અરવલ્લી (મોડાસા)7 કલાક પહેલા

  • કૉપી લિંક

કુદરતે આ વખતે ચોમાસાની સિઝન લંબાવી રાખી હોય એવું લાગી રહ્યું છે. ચોમાસુ પૂર્ણ થયે ત્રણ માસ કરતા વધુ સમય થયો છતાં વરસાદ હજુ જાણે પીછો મુક્તો નથી. ત્યારે આજે પણ મોડાસા ધનસુરા વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે એની અસર અરવલ્લી જિલ્લામાં જોવા મળી છે. સવારે માલપુર પંથકમાં વરસાદ પડ્યા બાદ સાંજના સુમારે મોડાસા અને ધનસુરા પંથકમાં માવઠું થયું છે. મોડાસા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મોડાસા બાયપાસ વિસ્તારમાં પાણીના ઝબોરા ભરાયેલા જોવા મળ્યા હતા. ધનસુરા પંથકમાં પણ કમોસમી વરસાદે દસ્તક દિધી હતી. એક તરફ અગાઉ થયેલા કમોસમી વરસાદના કારણે ઘઉં અને મકાઈના પાકમાં ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે. ત્યારે આ કમોસમી વરસાદથી બચેલા મકાઈના પાકને તથા જુવાર અને બાજરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.