ગાંધીનગરમાં ગૃહ વિભાગનાં મહિલા અધિકારીને કોર્ટની મુદ્દતે ન જવા પતિએ મર્ડરની ધમકી આપી, સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ પોલીસનું શરણું લીધું | In Gandhinagar, a woman officer of the home department was threatened with murder by her husband for not going to the court date, the wife took shelter of the police due to the torture of her in-laws. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar, A Woman Officer Of The Home Department Was Threatened With Murder By Her Husband For Not Going To The Court Date, The Wife Took Shelter Of The Police Due To The Torture Of Her In laws.

ગાંધીનગર2 કલાક પહેલા

  • કૉપી લિંક

ગાંધીનગરના નવા સચિવાલય ખાતે ગૃહ વિભાગમાં ફરજ બજાવતા મહિલા ક્લાસ – 2 અધિકારીને ફૅમિલી કોર્ટની મુદ્દતમાં હાજર નહીં રહેવા મામલે પતિએ મર્ડરની ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારે પતિ અને સાસરિયાંના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠેલા મહિલા અધિકારીએ સેકટર – 7 પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના સેકટર – 2/બી ખાતે પિયરમાં રહેતાં અને નવા સચિવાલય ખાતે હોમ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં મહિલા કલાસ – 2 અધિકારીની સગાઈ વર્ષ – 2015 માં અમદાવાદ અહેમદહુસેનની ચાલી પાણીની ટાંકી પાસે દુધેશ્વર ખાતે થયા હતા. ત્યારે સગાઇનાં સમયગાળા દરમ્યાન પતિ કહેતો કે તારે સરકારી નોકરી હોવાથી મકાન મેળવવા માટે અરજી આપ જેથી મારી બહેનને ગાંધીનગરમાં ટયુશન કલાસ કરાવી શકાય. જ્યારે લગ્ન સમયે કરિયાવરમાં સોના ચાંદીના દાગીના તેમજ ઘરવખરીનો સામાન પણ પિયર તરફથી આપવામાં આવ્યો હતો.

બાદમાં મહિલા અધિકારી સાસરીમાં સંયુક્ત કુટુંબમાં હતા. જો કે લગ્નના થોડા સમય પછી પતિ, સાસુ સસરા અને નણંદ યેનકેન પ્રકારે મ્હેણાટોંણા મારતા હતા. પોતે નોકરી કરતા હોવાથી સાસરીમાં ઘરકામમાં મદદ મળી રહે તે માટે ઘરઘાટી રાખવા કહ્યું હતું. પરંતુ સાસુ – નણંદ ઘરકામ તો તારે જ કરવું પડશે એમ કહેતાં હતાં. અને પગાર પણ લઈ લેતા હતા. અને સમય જતાં ગાંધીનગરમાં સરકારી મકાન મળતાં બધા સેકટર – 20 માં ચ ટાઈપનાં મકાનમાં રહેવા આવી ગયા હતા.

અહીં પણ સાસરિયા નાની નાની વાતોમાં કંકાસ કરી ટૉર્ચર કરતાં હતાં. આખરે પતિ સિવાયના બધા પાછા અમદાવાદ રહેવા જતા રહ્યા હતા. બાદમાં 2016 માં મહિલા અધિકારીએ પુત્રને જન્મ આપ્યો હતો. જેથી સાસરીવાળા અમદાવાદ સાસરીમાં તેડી ગયા હતા. એ વખતે પણ મળેલી ભેટ સોગાદ સાસરી વાળાએ લઈ લીધી હતી. જ્યારે માં દીકરો બીમાર પડતાં સારવારના પૈસા નથી કહીને પતિએ બન્ને પિયરમાં મોકલી દીધા હતા.

ત્યારબાદ નણંદને તલાટી તરીકે નોકરી મળતાં ડોકયુમેન્ટમાં કલાસ-2 અધિકારીના સહી સિક્કાની જરૂરીયાત ઉભી થઈ હતી. જો કે મહિલા અધિકારીએ બીમારીના કારણે રજા પર હોવાથી તાત્કાલિક સહી સિક્કા કરી આપ્યા ન હતા. જેનો ખાર રાખી પતિએ સસરાને કહ્યું હતું કે તમારી દીકરીને ચરબી ચઢી છે. હવે એને ત્યાંજ રાખો. આમ પતિ છૂટાછેડા કે તેડવા લેવા પણ આવતો નહીં હોવાથી ભરણ પોષણ માટે ગાંધીનગર ફેમીલી કોર્ટે 12 હજાર ભરણપોષણ મંજૂર કર્યું હતું.

ઉપરાંત પતિ વિરુદ્ધ ગાંધીનગર કોર્ટમા ડૉમેસ્ટીક વાયોલેન્સ હેઠળ પણ ફરિયાદ કરી હતી. જેથી પતિએ અમદાવાદ ફેમિલી કોર્ટમાં લગ્ન જીવનના હક્ક ભોગવવા માટેની અરજી કરી હતી. જેની મુદ્દત ભરવા મહિલા અધિકારી રેગ્યુલર કોર્ટમાં જતાં હતાં. પરંતુ પતિ કોર્ટમાં મુદત ભરવા નહીં આવવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો રહેતો હતો. આખરે પતિ – સાસરિયાંનો ત્રાસ વધી જતાં મહિલા અધિકારીએ સેકટર – 7 પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાવી છે.

أحدث أقدم