Sunday, April 30, 2023

ઝાલોદ તાલુકામા માતાની સામે યુવક પુત્રીને મોટર સાયકલ ઉપર બેસાડી લઈ ગયો, માતા જોતી રહી ગઈ | In Jhalod taluk, the young man took the daughter on a motorcycle in front of the mother, the mother watched. | Times Of Ahmedabad

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ઝાલોદ તાલુકાના એક ગામમાંથી રાત્રીના સમયે માતા સાથે ઘર નજીક ખેતરમાં કુદરતી હાજતે ગયેલી યુવતીનું કાળીમહુડી ગામનો યુવક મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી લઇ ગયો હતો. યુવતીની માતાએ યુવક સામે લીમડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

માતા પુત્રી કુદરતી હાજતે ગયા હતા
ઝાલોદ તાલુકાના એક ગામની યુવતી માતા સાથે તા.8 માર્ચ’23ના રોજ રાત્રીના આઠ વાગ્યાના અરસામાં ઘર નજીક ખેતરમાં કુદરતી હાજતે ગઇ હતી. તે દરમિયાન કાળીમહુડી ગામના પુનીયા ફળિયામાં રહેતો જીગ્નેશ રમેશ નીનામા મોટર સાયકલ ઉપર આવ્યો હતો અને યુવતીને પત્ની તરીકે રાખવા માટે તેની માતાની સામે બળજબરી પૂર્વક મોટર ઉપર બેસાડી કાયદેસરની વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હતો.

પરિવારે શોધ ખોળ કરી પણ પતો ન લાગ્યો
​​​​​​​
યુવતીના પરિવારે બન્નેની શોધખોળ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી યુવતીની માતાએ જીગ્નેશ નીનામા સામે અપહરણની ફરિયાદ નોંધાવતાં લીમડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.