જૂનાગઢમાં તલ, અડદ, મગ અને બાજરીના ઉભા પાકોમાં પુષ્કળ નુકસાન થતા ખેડૂતો પાયમાલ, સર્વે કરાવીને વળતરની સરકાર પાસે માંગ | In Junagadh, the farmers suffer huge losses in the standing crops of sesame, urad, mung and millet, demand compensation from the government by conducting a survey. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • In Junagadh, The Farmers Suffer Huge Losses In The Standing Crops Of Sesame, Urad, Mung And Millet, Demand Compensation From The Government By Conducting A Survey.

જુનાગઢ27 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ફરી માવઠું શરૂ થયું છે. જેથી ખેતી પાકમાં નુકસાની પહોંચી છે. જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બની છે. સતત કોમોસમી વરસતા વરસાદે ખેડૂતોએ વાવેલા પાક પર પાણી ફેરવ્યું છે. તલ, રાયડો, મગ અડદ અને બીજા ધાન્ય પાકોને માવઠાના કારણે નુકસાન થતા ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાયો છે. જેથી સરકાર પાસે વહેલી તકે સર્વેની માંગ ખેડૂતો કરી રહ્યા છે.

ખેડૂતે જણાવ્યું હતું કે, 10 વીઘાના તલ અને પાંચ વીઘાની બાજરીના પાકમાં કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે. ભારે પવન પણ હોવાથી બાજરીનો પાક જમીનદોસ્ત થયો છે. સરકાર નુકસાની અંગેનું સર્વે કરી ખેડૂતોને સમયસર યોગ્ય વળતર આપે તો ચોમાસાની સિઝનમાં ખેડૂતો બિયારણ અને વાવેતર માટે રૂપિયા ખર્ચી ફરી ખેતી કરી શકે તેવી માંગણી છે.

ખેડૂત નાગજી ધોરાજીએ જણાવ્યું હતું કે, વરસાદ થતા ખેતીમાં તલ, મગ, અડદ અને જુવાર, બાજરી, મગફળીના પાકમાં ભારે નુકસાન થયું છે. હાલના સમયમાં ખેડૂતે વાઘેલા તલ પીળા પડી ગયા છે. ત્યારે હજુ પણ બે ત્રણ દિવસ વીત્યા બાદ આ તલનો પાકો સંપૂર્ણ નાશ પામશે.

તલના પાકમાં એક વીઘામાં બે થી ત્રણ મણ તલનું ઉત્પાદન થાય છે પરંતુ આ વરસાદના કારણે એક વીઘે 80 થી 90,000 ની નુકસાની ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ બાગાયતી પાકોની વાત કરવામાં આવે તો કેરી, ચીકુ, રાવણા જેવા પાકોમાં પણ સંપૂર્ણપણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ જીવના જોખમે ખેતરમાં જે પાક ઊભો કર્યો છે તેનું પોતાનો પૂરતું પડતર પણ નથી મળતું.

કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તે માટે સરકાર સમયસર જાગી અને જો સર્વે કરાવે તો ખેડૂતોને સમયસર સહાય મળે. પરંતુ માત્ર ટેબલ પર સર્વે ન કરાવે અને ટેબલ પર સહાય ન કરે કાયદેસર રીતે તંત્ર ખેતરોમાં જઈ સર્વે કરે તો ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર મળે તેમ છે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે.

أحدث أقدم