ગઢડાના કેરાળા ગામમાં ગોબરધન યોજના અંતર્ગત ખેતરમાં બાયોગેસ પાલન્ટ ઇન્સ્ટોલ કરાવવાથી ખાતર અને ઇંધણ બંનેનો લાભ મળતાં પરિવારમાં ખુશીનો માહોલ | In the Kerala village of Garhda, a happy atmosphere in the family after installing a biogas plant in the farm under Gobardhan Yojana, benefiting from both fertilizer and fuel. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • In The Kerala Village Of Garhda, A Happy Atmosphere In The Family After Installing A Biogas Plant In The Farm Under Gobardhan Yojana, Benefiting From Both Fertilizer And Fuel.

બોટાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

“લાકડાંથી ચૂલો સળગાવી રસોઇ કરતી વખતે ધુમાડાને કારણે આંખોમાં બળતરા થતી હતી, પરંતુ હવે અમે આ ગેસ પર દૂધ, પાણી ગરમ કરીએ છીએ, રોટલા ઘડીએ છીએ અને સરળતાથી બધી જ રસોઈ બનાવીએ છીએ. પહેલાં અમારે ગેસના બાટલા લેવાનો ખર્ચ થતો પણ હવે તો અમારે ઘરે જ બાયોગેસ પ્લાન્ટ હોવાથી અમને ખૂબ પરવડે છે. મહેમાનો આવ્યાં હોય તો પણ આ ગેસ ખૂબ ઉપયોગી બને છે અને ખર્ચ પણ નહિવત થાય છે.” આ શબ્દો છે ગઢડા તાલુકાના કેરાળા ગામના વતની સુરતાબેન હસમુખભાઈ તાવિયાના. તેમણે જણાવ્યું હતું કે, “આ પ્લાન્ટમાંથી અમને ગેસ તો મળે જ છે. સાથોસાથ એમાંથી જે સ્લરી નીકળે છે તેનો અમે ખાતર તરીકે ઉપયોગ કરી શાકભાજી-અનાજ પકાવીએ છીએ. જેથી અમને ઇંધણ અને ખાતર બંનેનો એકસાથે લાભ મળે છે.”

બચતની ચાવીરૂપ આ યોજના થકી અમને ઇંધણ અને ખાતર એમ એકસાથે ડબલ લાભ મળે છે : લાભાર્થી સુરતાબેન તાવિયા
સુરતાબેન ખેતરમાં સરકારની ગોબરધન યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવી પૈસાના બચાવ સાથે સ્વાસ્થ્યનું રક્ષણ અને પર્યાવરણનાં જતન સહિતનાં અઢળક લાભો મેળવી રહ્યા છે. ગોબરધન યોજના વિશે માહિતી આપતા સ્વચ્છ ભારત મિશનના બોટાદ જિલ્લા કોર્ડિનેટર ઘનશ્યામ ખુમાને જણાવ્યું હતું કે, “સ્વચ્છ ભારત મિશન –ગ્રામીણ યોજના અંતર્ગત ગોબરધન યોજના ભારત સરકારની એક મહત્વની યોજના છે. જેમાં બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારમાં પશુછાણ તેમજ બાયોડીગ્રેબલ વેસ્ટ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ગ્રામ્ય વિસ્તારોમાં વૈકલ્પિક ઉર્જા-સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય અને રોજગારીનો સ્ત્રોત ઉભો કરવાનો ઉદેશ્ય છે.”

નાણાંના બચાવ સાથે સ્વાસ્થ્યનું રક્ષણ અને પર્યાવરણનાં જતન
ઘનશ્યામભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, “આ યોજના અંતર્ગત બાયોગેસ પ્લાન્ટ બનાવવા માટે કુલ યુનિટ કોસ્ટ 42 હજાર રૂપિયા થાય છે. પરંતુ સરકાર દ્વારા 37 હજાર રૂપિયાની સબસીડી આપવામાં આવે છે. લાભાર્થીએ માત્ર 5000 રૂપિયાનો લોકફાળો ભરવાનો થાય છે. પ્લાન્ટ બનાવવા માટે 6 ફુટ ઉંડો ખાડો કરવામાં આવે છે. આ ખાડો તૈયાર થઇ ગયા બાદ પ્લાસ્ટિકનું બલુન અને બીજી અન્ય જરૂરી સામગ્રી ઇન્સ્ટોલ કરવામાં આવે છે. જે પ્લાસ્ટિકના બલૂનનો ઉપયોગ કરવામાં આવે છે, તેનું મટિરિયલ હોટ એર બલૂનના મટિરિયલ જેટલું જ મજબૂત હોય છે. આ બલૂનને ઠંડી, ગરમી, વરસાદ કે આગથી પણ નુકસાન થતું નથી.”

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post