الأحد، 16 أبريل 2023

લીમખેડામાં ટ્રકચાલકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી બાઈક ટ્રકમાં ઘૂસી ગઈ, ડબગર સમાજમાં શોકનો માહોલ | In Limkheda, the truck driver suddenly braked and the bike coming from behind rammed into the truck, the Dabgar community is in mourning. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Limkheda, The Truck Driver Suddenly Braked And The Bike Coming From Behind Rammed Into The Truck, The Dabgar Community Is In Mourning.

દાહોદ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

લીમખેડા તાલુકાના પાલ્લી ગામે હાઇવે ઉપર ગઈકાલે રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.બાઈક ઉપર સવાર ડબગર સમાજના બે યુવકોનું માથામાં થયેલી ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

હાલોલ કાચ લેવા ગયા હતા
દાહોદના મોટા ડબગરવાસમાં આવેલા મંદિર ફળિયામાં રહેતા ધર્મેન્દ્રકુમાર દેવચંદભાઈ દેવડા (ઉં. વ. 40) તથા સતિષભાઈ કિશોરભાઈ દેવડા (ઉં .વ. 33) ગઈકાલે બાઈક પર હાલોલ ખાતે મકાનના કાચ લેવા માટે ગયા હતા . બાઈક પર કાચ લઈને પરત ફરતી વેળા રાત્રિના 11:30 કલાકના સુમારે રસ્તામાં લીમખેડા નજીક પાલ્લી ગામે હાઇવે પર બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

એકનુ ઘટના સ્થળે, બીજાનુ દવાખાને મોત
તે દરમિયાન આગળ ચાલતી એક ટ્રકના ચાલકે અચાનક જ શોર્ટ બ્રેક માર્યો હતો. જેને લઈને પાછળ ચાલતી તેઓની બાઈક આ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.જેથી સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ધર્મેન્દ્ર કુમાર દેવચંદ દેવડા તેમજ સતિષભાઈ કિશોરભાઈ દેવડાને પણ માથામાં ગંભીર ઈજા થઈ હતી. ધર્મેન્દ્ર દેવડા નું સ્થળ ઉપર મોત નીપજ્યું હતું જ્યારે સતિષભાઈ દેવડા ને દાહોદની ઝાયડસ હોસ્પિટલમા રીફર કરવામાં આવ્યા હતા પરંતુ તેનુ પણ માથામાં થયેલી ગંભીર ઈજાના કારણે ટૂંકી સારવાર દરમિયાન ઘણું મોત થયું હતું.

ચાલક ટ્રક મુકી ફરાર થઈ ગયો
અકસ્માત કરી ટ્રક સ્થળ પર છોડી ચાલક ભાગી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે દાહોદના અનિલકુમાર દેવચંદભાઈ દેવડાએ નોંધાવેલી ફરિયાદના કારણે લીમખેડા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.