الجمعة، 14 أبريل 2023

ધ્રાંગધ્રાના મોચીવાડ વિસ્તારમાં આયોજીત બેઠકમાં રહિશોને પડતી તકલીફો વિશેની રજૂઆતો પોલીસે સાંભળી યોગ્ય નિરાકરણની ખાતરી આપી | In a meeting held in Mochiwad area of Dhrangadhra, the police heard the representations about the problems faced by the residents and assured a suitable solution. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • In A Meeting Held In Mochiwad Area Of Dhrangadhra, The Police Heard The Representations About The Problems Faced By The Residents And Assured A Suitable Solution.

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મોચીવાડ વિસ્તારને ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત દ્વારા દત્તક લેવામા આવેલુ હોય જે વિસ્તારમાં આવેલી મચ્છી બજાર ખાતે આગેવાનોની હાજરીમાં રમજાન ઈદ તથા પરશુરામ જ્યંતી નિમિત્તે શાંતી સમીતીની મીટીંગ રાખવામા આવી હતી. જે મીટીંગમા આજુબાજુના વિસ્તારના આશરે 40 પુરુષો, 20 મહીલાઓ તથા 15 જેટલા બાળકો એમ આશરે કુલ-65 જેટલા આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

આ મીટીંગમાં આ વિસ્તારના લોકોને પડતી તકલીફો વિશેની રજૂઆતો પોલીસ વિભાગ દ્વારા સાંભળવામાં આવી હતી અને તેનું ચોક્કસ નિવારણ લાવવા માટેના પ્રયાસો કરવા ખાત્રી આપવામાં આવી હતી. તેમને પડતી સમસ્યાઓમાં જેવી કે, રોડ-રસ્તા નવા બનાવવા તેમજ રોડ-રસ્તા સફાઈ કરાવા તેમજ ગટર ઉભરાવવાની સમસ્યા તેમજ જૂના બસસ્ટેન્ડ પાસે નગરપાલિકા દ્વારા કરવામાં આવતા કચરાના ડમ્પ (કચરાનો ઢગલો) ઉઠાવી જવા તેમજ ત્યા ઢગલા ન કરવા જણાવવમા આવ્યું હતું.

ગેટની આસપાસ સફાઇ કરવા તથા હાલમાં રમઝાન માસ ચાલતો હોવાથી પીવાનું પાણી ચોખુ આપવા બાબતે રજૂઆતો સાંભળવામા આવી હતી અને તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ખાત્રી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત તથા ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પી.આઇ. જે.એસ.ઝાંબરે તેમજ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.