ચૈત્ર માસમાં પિતૃ તર્પણ કરવા શ્રદ્ધાળુઓ આવી પહોંચ્યા, પિતૃઓના આત્માને મોક્ષાર્થે પ્રાર્થના કરી | In the month of Chaitra, devotees came to offer sacrifices to their ancestors, praying to their souls for salvation. | Times Of Ahmedabad

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

જૂનાગઢના દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ કરવા સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કૃષ્ણભક્ત નરસિંહ મહેતાએ આ તીર્થક્ષેત્રમાં પોતાના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું. જેને લઈ તમામ ભક્તો દર વર્ષે પિતૃ તર્પણ કરવા આવે છે. જૂનાગઢના પ્રખ્યાત દામોદર કુંડ ખાતે પિતૃ તપર્ણ કરવા માટે ભીડ ઉમટી છે.

આ પવિત્ર ચૈત્ર માસમાં જૂનાગઢ દામોદર કુંડમાં સ્નાન કરવું અને પિતૃ તર્પણ કરવું તેનો અનેરો મહિમા છે. ત્યારે આજે મોટી સંખ્યામાં ભાવિકો દામોદર કુંડમાં સ્નાન માટે ઉમટ્યા હતા અને પિતૃ મોક્ષ માટે પૂજન અર્ચન કર્યું હતું.

દામોદર કુંડ ખાતેથી નિલેશ પુરોહિતે જણાવ્યું હતું કે, ચૈત્ર માસ પિતૃઓનો માસ છે. આ માસમાં પિતૃ નિમિતના કાર્યો શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવે છે તેમાં પણ ખાસ કરીને અગિયારસ, બારસ, તેરસ, ચૌદસ અને પૂનમ આ દિવસોમાં પિતૃકાર્યનો મોટો મહિમા હોય છે અને શ્રદ્ધાળુઓ દામોદર કુંડ ખાતે વહેલી સવારથી જ ઊમટી પડે છે પોતાના પરિવાર સાથે આ દામોદર કુંડ ખાતે સ્નાન કરી દામોદર કુંડ ખાતે આવેલા મોક્ષ પીપળે પિતૃ દર્પણનું કાર્ય કરે છે. પિતૃની આત્માના મોક્ષ અર્થે પ્રાર્થના કરે છે. જરૂરી સંખ્યામાં ચૈત્ર માસના આ દિવસોમાં શ્રદ્ધાળુ અહીં આવી મોક્ષ કાર્યો કરે છે અને પુણ્ય કમાઈ છે.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم