નવસારીમાં ચકચાર જગાવનાર પ્રેમ પ્રકરણમાં મૃતક યુવતીના સ્યુસાઇડ નોટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જલાલપોર પોલીસ પ્રેમી યુવકને બોલાવશે | In Navsari's sensational love affair, the suicide note report of the dead girl came positive, Jalalpore police will call the lover | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • In Navsari’s Sensational Love Affair, The Suicide Note Report Of The Dead Girl Came Positive, Jalalpore Police Will Call The Lover

નવસારી26 મિનિટ પહેલા

  • કૉપી લિંક

નવસારીના જલાલપુર તાલુકામાં આવેલા અબ્રામા ગામે રહેતી યુવતીએ કરેલી આત્મહત્યાના પ્રકરણમાં લખેલી સુસાઇડ નોટનો FSL રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં યુવતી ના અક્ષર મેચ થતા.મૃતક સહિસ્તાએ જાતે આ સુસાઇડ નોટ લખી હોવાનું FSL રિપોર્ટ માં ફલિત થયું છે. આગામી સમયમાં જલાલપુર પોલીસ ખેરગામ રહેતા પ્રેમી યુવકને તપાસ માટે બોલાવશે.

નવસારી જિલ્લામાં આંતર જ્ઞાતિના પ્રેમીઓની પ્રેમ કહાનીનો કરુણ અંજામ આવ્યો છે. જેમાં ખેરગામ ખાતે રહેતા બ્રિજેશ પટેલને અબ્રામા ગામ રહેતી સહિસ્તા સાથે આંખ મળી હતી જે અંતર્ગત પરિવારે આ સંબંધ મંજૂરનો હોય યુવતીને યુવકથી દૂર રહેવા કહ્યું હતું. યુવક બેરોજગાર અને અશિક્ષિત હોય તેની પાસે કામ ધંધો ન હતો જેથી યુવકે યુવતીને તેને નોકરી મળે ત્યારે પરણી જશે તેવી ધરપત આપી હતી. આ પ્રકરણમાં અંતે યુવતીએ જીવન ટૂંકાવવાનો નિર્ણય લઈને ઘરે એકાંતમાં ગળે ફાંસો લઈને જીવન ટૂંકાવ્યું હતું.પરિવાર સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર તેને કલથાણ ગામે દફવાનવી દીધી હતી. યુવકે શાહીસ્તાના પરિવાર સામે ઓનર કિલિંગની શંકા રાખી રેન્જ આઇજી પિયુષ પટેલને તપાસ કરવા અરજી આપી હતી.જે અંતર્ગત પોલીસે આ મામલે દફન થયેલી યુવતીના મૃતદેહને બહાર કાઢી તેનું પેનલ પીએમ કરતા યુવતીએ ગળે ફાંસો લઈ આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક હકીકત બહાર આવી હતી.

યુવતીએ સુસાઇડ કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેણે પોતાના માતા પિતા અને પ્રેમી બ્રિજેશ પટેલ ની માફી માંગી હતી અને તે જીવવા માંગતી નથી તેવો ઉલ્લેખ કરીને આત્મહત્યા કરી હતી આ સમગ્ર પ્રકરણમાં જલાલપુર પોલીસે સુસાઇડ નોટ ને પણ FSL તપાસમાં મોકલી મૃતક યુવતીના અક્ષરો મેચ કરાવ્યા હતા. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા સુસાઇડ નોટ સાચી હોવાનું ફલિત થયું છે. વધુ તપાસ માટે જલાલપુર ના પી.આઈ.એન.એમ. આહીર એ જણાવ્યું છે કે આ સમગ્ર કેસમાં બ્રિજેશ પટેલને પૂછતાજ માટે જલાલપુર પોલીસ મથકે બોલાવવામાં આવશે.

أحدث أقدم