Monday, April 24, 2023

રાજકોટમાં પત્ની પર ઘરેલું હિંસા આચરી પતિ ઘર છોડી જતો રહ્યો, કાયદાનું ભાન થતા પત્નીને અપનાવી | In Rajkot, the husband who committed domestic violence on his wife left the house, adopted his wife after being aware of the law | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Husband Who Committed Domestic Violence On His Wife Left The House, Adopted His Wife After Being Aware Of The Law

રાજકોટએક કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં પત્ની પર ઘરેલું હિંસા આચરી પતિ ઘર છોડીને તેના સાસુ પાસે જતો રહ્યો હતો. આવા સમયે અભયમે પતિને કાયદાનું ભાન કરાવી તેની સાન ઠેકાણે લાવી હતી.

પાંચ વ્યક્તિઓનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી
રાજકોટના એક જાગૃત નાગરિકે 181 અભયમ ટીમને ફોન કર્યો ત્યારે અભયમ ટીમના કાઉન્સેલર દર્શનાબેન મકવાણા, કોન્સ્ટેબલ અનિતાબેન, ડ્રાઈવર ભવદીપભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પીડિતાનું કાઉન્સેલીંગ કરતા જણાયું કે પીડિતાના સંતાનમાં ત્રણ દીકરીઓ છે અને પતિ ઘરમાં આર્થિક રીતે કોઈ જ મદદ કરતા નથી અને ઘરમાં પાંચ વ્યક્તિઓનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે.

પતિની ચિંતા થતા શોધખોળ શરુ કરી
તેમજ પીડિતાના પતિ દ્વારા શારીરિક હિંસા અને માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે. પીડિતાએ ઘરનું વાતાવરણ શાંત કરવા ખુબ જ પ્રયત્નો કર્યા તેમજ તેના પતિને સમજાવવા છતાંય પતિ ઘર છોડીને જતો રહ્યો હતો. પીડિતાને પતિની ચિંતા થતા શોધખોળ શરુ કરી હતી. ત્યારે તેણીને જાણવા મળ્યું કે તેનો પતિ તેના સાસુના ઘરે જતા રહ્યા હતા. ત્યારે અભયમ ટીમ પીડિતાના સાસુના ઘરે પહોંચી હતી.

પતિ અને સાસુનું કાઉન્સેલીંગ કરાવ્યું
અભયમની ટીમે પીડિતાના પતિ અને સાસુનું કાઉન્સેલીંગ કરી જણાવ્યું હતું કે, પરિણીત મહિલાને તમામ પ્રકારનું ભરણ પોષણ આપવાની જવાબદારી પતિની હોય છે. તેમજ મહિલા પર થતી ઘરેલું હિંસા અંગે થતી સજાઓ અને કાયદાઓ વિશે અવગત કર્યા હતા. ત્યાર બાદ પીડિતાના પતિને પોતાની ભૂલ સમજાઈ અને હવે પછી ભવિષ્યમાં આવુ નહિ કરે. તેમજ ઘરમાં પત્ની અને બાળકોની જીવન જરૂરીયાત પૂરી કરશે, તેમજ પરિવાર સાથે સુખેથી રહેશે, તેવી ખાત્રી આપી હતી.આમ અભયમે બંનેનું પુનઃ મિલન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: