Tuesday, April 25, 2023

રાપરના આડેસરમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઈ, લોકોને બચાવના ઉપાયો સૂચવ્યાં | In the rapper's direction, World Malaria Day was celebrated, suggesting people to take preventive measures | Times Of Ahmedabad

કચ્છ (ભુજ )એક કલાક પહેલા

  • કૉપી લિંક

રાપર તાલુકાના આડેસર ખાતે તાલુકા હેલ્થ સુપરવાઈઝર તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ મલરીયા દિવસની થીમ પર ટાઈમ ટુ ડિલિવર ઝીરો મેલેરિયા ઇન્વેસ્ટ ઈનોવેટ એમ્પ્લીમેન્ટ રાખવામાં આવી હતી અને લોકોને મચ્છરજન્ય બીમારીથી બચવાના ઉપાયો સુચવવામાં આવ્યાં હતા.

આ વિશે તાલુકા સુપરવાઇઝર રામજીભાઈ પરમાર, મેડિકલ ઓફિસર ડો. અલ્પાબેન પટેલ, સુપરવાઇઝર જશવંતભાઈ ડાભી, ફીમેલ સુપરવાઇઝર રમીલાબેન સોલંકી અને સીએચઓ દ્વારા મલેરિયા બીમારી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને મચ્છરજન્ય રોગો વિશે સમજ આપવામાં આવી હતી અને મચ્છર કરડવાથી બચવાના ઉપાયો જણાવ્યા હતા. આ સાથે મેલેરિયા બીમારીના લક્ષણો અંગે જાગૃતિ કેળવવા સમજ આપવામાં આવી હતી. જો મલેરિયાના લક્ષણો જણાય અથવા તાવ આવે ત્યારે લોહીની તપાસ અચૂક કરાવી લેવા સમજાવ્વામાં આવ્યું હતું. વિશેષ પાણીના પાત્રો ઢાંકીને રાખવા સમજાવ્યું હતું.

આ ઉજવણીમાં ગામ લોકોનો સાથ સહકાર સારો મળ્યો હતો. લોકો પણ નિયમોનું પાલન કરવાના હકારાત્મક વલણ સાથે સહમત થયા હતા. આ ઉજવણીમાં પ્રા આ કેન્દ્ર આડેસરના તમામ એમપી ડબલ્યું, CHO , ફિહેવ, આશા ફેસિલેટર અને આશા બેહેનો હાજર રહ્યા હતા.

Related Posts: