Tuesday, April 4, 2023

સંજેલીમાં સાસરીમાં લગ્ન પ્રસંગે જઈ રહેલા યુવકની બાઈકને રોંગ સાઈડથી આવતા બાઈક ચાલકે ટક્કર મારી, ગંભીરઈજા પહોંચતા મોત | In Sanjeli, the bike of a young man who was going to his mother-in-law's wedding was hit by a bike driver coming from the wrong side, he died with serious injuries. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Sanjeli, The Bike Of A Young Man Who Was Going To His Mother in law’s Wedding Was Hit By A Bike Driver Coming From The Wrong Side, He Died With Serious Injuries.

દાહોદ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સંજેલી ગામમાં મામલતદાર કચેરી આગળ બાઈક ચાલકને રોંગ સાઈડ આવેલા બાઇક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ચાલકનું મોત થતાં પોલીસ ફરિયાદ દાખલ કરાવાઈ છે.

બાઈક ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો
સંજેલી મામલતદાર કચેરી આગળથી સિંગવડ તાલુકાના કેળકુવા ગામનો રાજેશભાઈ ઝાલૈયા તેના કબજાની બાઈક લઈ અને તારમી છાપરી સાસરીમાં લગ્ન પ્રસંગમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન રોંગ સાઈડથી બાઈક લઈ આવેલા બાઈક ચાલકે રાજેશ ની બાઈક ને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
​​​​​​​સ્થાનિકોએ 108 બોલાવી દવાખાને પહોંચાડયો
જેથી રાજેશ રોડ પર જ ધડાકા ભેર પટકાતા કાનમાંથી તેમજ માથાના ભાગે ઇજાઓ થતા લોહી નીકળવા લાગ્યું હતું. જેથી આસ પાસના લોકો દોડી આવતા તેને તાત્કાલિક 108ની મદદ થી સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.સંજેલી પોલીસ મથકે સબુર કોયાભાઈ જાલૈયા એ અજાણ્યા બાઈક ચાલક વિરુધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.