પાટણની શ્રી કુમારપાળ સોસાયટીમાં રમતા રમત બાળક ભોંયરામાં પડતા ઇજા પહોંચી, બે બાળકનો બચાવ | In Shree Kumarpal Society of Patan, a child fell into the basement while playing and was injured, two children were rescued. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • In Shree Kumarpal Society Of Patan, A Child Fell Into The Basement While Playing And Was Injured, Two Children Were Rescued.

પાટણ39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરની શ્રી કુમારપાળ સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં ભોંયરા બનાવવામાં આવ્યા છે, જે જર્જરિત બનતા તૂટી ગયા છે. જેના કારણે સોસાયટીના બાળકો રમતા રમત પડી ગયા હતા. જેમાથી એક બાળક ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પાટણ શહેરના નવાગંજ માર્કેટયાડ ના બીજા ગેટ સામે આવેલ શ્રી કુમારપાળ સોસાયટી વર્ષો પહેલા બનાવેલા ખુલ્લા પ્લોટના ભોંયરા તૂટીને પડી ગયા છે. તો બીજા કેટલાક ભોંયરા પડવાની તૈયારીમાં છે. આ ભોંયરામાં પ્રાણીઓ તેમજ નાના બાળકો પણ અકસ્માતનો ભોગ બને છે. સોસાયટીમાં રહેતા પ્રતીક ભાઈ પટેલનો પુત્ર આરવ બીજા મિત્રો સાથે અહીંયા રમતા રમત આ ભોંયરામાં પડતા ઇજાઓ થઈ હતી. તો બીજા બે બાળકોનો બચાવ થયો હતો. ત્યારે કોઈ મોટી જાન હાની થશે તો જવાબદાર કોણ થશે આ બાબતે શાહ વિક્રમભાઈએ અગાઉ પણ લેખિત રજૂઆત પાલિકા પ્રમુખ અને સોસાયટીના પ્રમુખને કરી હતી. જોકે, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. સોસાયટીના રહીશ પ્રતીક પટેલે જણાવ્યું હતું કે, બાળક રમતા રમત ખુલ્લા ભોંયરામાં પડતા ઇજાગરત બન્યો છે, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બીજા બે બાળકોનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم