السبت، 15 أبريل 2023

સિધ્ધપુરમાં વિદેશી દારૂનો જથ્થો ગાડીમાં ભરી જઈ રહેલા બુટલેગરોને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યાં | In Siddhpur, the bootleggers, who were loading foreign liquor into a car, were chased by the police on film. | Times Of Ahmedabad

પાટણ4 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજસ્થાન બોર્ડરથી વિદેશી દારૂનો અને બિયરનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવા કેટલાક બુટલેગર સક્રિય બન્યા હોવાની બાતમીના આધારે પોલીસ તંત્ર એલર્ટ બની અવાર-નવાર દારૂનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી હોય છે. ત્યારે સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ નજીકથી મોટી માત્રામાં વિદેશી દારૂનો તેમજ બિયરનો જથ્થો ઝડપી લેવામાં ભુજ સાયબર સેલની ટીમને સફળતા મળી છે.

આ બાબતે મળતી હકીકત મુજબ ભુજ સાયબર સેલની ટીમ સિધ્ધપુર પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ગાગલાસણ ગામ નજીક આવતાં ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક બેઝ ગાડી નં જી.જે 27 બી.એલ 9399ની આગળ પોલીસની વોચ રાખી પાઇલોટીંગ કરે છે અને તેની પાછળ બોલેરો ગાડી નં જીજે 08 એ.ઇ 9935 મા ગે.કા વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી તાવડીયા તરફ થઇ મહેસાણા તરફ જનાર છે, જે હકીકત આધારે પોલીસ ટીમે ગાગલાસણથી ગણેશપુરા જતા રોડ પર બે પંચોના માણસોને સાથે રાખી નાકાબંધી માટે રોડ પર બ્લોક કરાવતા સદર બન્ને ગાડીઓના ચાલકે પોલીસની વોચને જોઈ ગાડી ભગાડતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.

આ દરમિયાન ખેતરમાં બન્ને ગાડીઓ મુકી એરંડાના વાવેતર વાળા ખેતરમા અંધારાનો લાભ લઇ ભાગી છૂટ્યા હતા. સાયબર સેલ ભુજની ટીમે બને ગાડીઓમાં જોતા બન્ને પૈકી બોલેરો ગાડી વચ્ચેની સીટો તેમજ પાછળની સીટોમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બીયરના ટીનની પેટીઓ ભરેલી જોવા મળી હતી.

વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનની ગણતરી હાથ ધરવામાં આવતા રૂ. 1.61 લાખનો દારૂ બિયરનો જથ્થો અને બે ગાડી કિમંત રૂ. 8 લાખ મળી કુલ રૂ. 9.61 લાખનો મુદામાલ ભુજ સાયબર સેલ દ્વારા સિધ્ધપુર પોલીસ સ્ટેશને સોંપી આગળની તપાસ સિધ્ધપુર પોલીસે ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.